આઇપીએલ 10 : મુંબઇ ઇન્ડિયન્સે પંજાબને 8 વિકેટથી હરાવ્યો

Subscribe to Oneindia News

આઇપીએલ 10 સિઝનની આજે 22મી મેચ છે, જે કિંગ્સ ઇલેવન પંજાબ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે રમાનાર છે. ઇન્દોરના ખચાખચ ભરેલા હોલકર સ્ટેડિયમમાં રમાઇ રહી છે. ત્યારે આ મેચની તમામ લેટેસ્ટ માહિતી જાણવા માટે આ પેજને રિફ્રેશ કરતા રહો. અહીં અમે તમને આ મેચની તમામ અપડેટ આપતા રહીશું.

ipl

Update :

 • આઇપીએલ 10ના 22માં મુકાબલામાં મુંબઇ ઇન્ડિયન્સે કિંગ્સ ઇલેવન પંજાબને 8 વિકેટે હરાવ્યું હતું.
 • 199 રનના ટાર્ગેટનો પીછો કરતા મુંબઇ ઇન્ડિયન્સે 15.3 ઓવરમાં જ 2 વિકેટ ગુમાવી મેચને જીતી લીધી હતી.
 • મુંબઇ ઇન્ડિયન્સ પોઇન્ટ ટેબલમાં ફરી ટોપ પર પહોચી ગઇ છે.
 • નીતિશ રાણા (62) અને હાર્દિક પંડ્યા (15) રને નોટ આઉટ.
 • જોસ બટલર 77 રને મોહિત શર્માની ઓવરમાં મેક્સવેલ દ્વારા કેચ આઉટ થયો હતો.
 • મુંબઇ ઇન્ડિયન્સની બીજી વિકેટ પડી.
 • પાર્થિવ પટેલ 37 રને સ્ટોઇનિસની ઓવરમાં મેક્સવેલ દ્વારા કેચ આઉટ થયો હતો.
 • મુંબઇ ઇન્ડિયન્સની પ્રથમ વિકેટ પાર્થિવ પટેલના રૂપમાં પડી.
 • આઇપીએલ 10ના 22મી મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબે મુંબઇ ઇન્ડિયન્સને મેચ જીતવા માટે 199 રનનો ટાર્ગેટ આપ્યો છે.
 • મુંબઇ ઇન્ડિયન્સ વિરૂદ્ધ કિંગ્સ ઇલેવન પંજાબે 20 ઓવરમાં 4 વિકેટે 198 રન બનાવ્યા હતા.
 • કિંગ્સ ઇલેવન પંજાબ તરફથી હાશિમ અમલાના સૌથી વધુ 104 રને અણમન રહ્યો હતો. 
 • મુંબઇ ઇન્ડિયન્સ તરફથી મેકલેરેઘને સૌથી વધુ 2 વિકેટ લીધી હતી
 • હાશિમ અમલા (104) અને અક્ષર પટેલ (4) રને નોટ આઉટ.
 • સ્ટોઇનિસ મેકલેરેઘનની ઓવરમાં 1 રને આઉટ થયો હતો.
 • કિંગ્સ ઇલેવન પંજાબની ચોથી વિકેટ પડી.
 • ગ્લેન મેક્સવેલ 40 રન બનાવી આઉટ થયો હતો.
 • કિંગ્સ ઇલેવન પંજાબની ત્રીજી વિકેટ પડી.
 • રિદ્ધિમાન સહા 11 રને કૃણાલ પંડ્યાની ઓવરમાં બોલ્ડ થયો હતો.
 • કિંગ્સ ઇલેવન પંજાબની બીજી વિકેટ પડી.
 • શોન માર્શ 26 રને મેકલેરેઘનની ઓવરમાં પોલાર્ડ દ્વારા કેચ આઉટ થયો હતો.
 • કિંગ્સ ઇલેવન પંજાબની પ્રથમ વિકેટ શોન માર્શના રૂપમાં પડી.
 • મુંબઇ ઇન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
 • પંજાબની ટીમમાં શોન માર્શ, ગુરકિરત સિંહ અને સ્વપનિંલ સિંઘનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
 • કિંગ્સ ઇલેવન પંજાબનો અત્યાર સુધી 5 મેચમાંથી 2માં જીત મેળવી છે.
 • મુંબઇ ઇન્ડિયન્સે અત્યાર સુધી 5 મેચમાંથી 4માં જીત મેળવી છે.

કિંગ્સ ઇલેવન પંજાબ:

હાશિમ અમલા, શોન માર્શ, ગ્લેન મેક્સવેલ, સ્ટોઇનિસ, રિદ્ધિમાન સહા, અક્ષર પટેલ, ગુરકિરત સિંહ, સ્વપનિલ સિંઘ, મોહિત શર્મા, સંદીપ શર્મા, ઇશાંત શર્મા

મુંબઇ ઇન્ડિયન્સ:

પાર્થિવ પટેલ, જોસ બટલર, નીતિશ રાણા, રોહિત શર્મા (કેપ્ટન), કિરોન પોલાર્ડ, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, હરભજન સિંહ, મિશેલ મેકલેરેઘન, લસિથ મલિંગા, જસપ્રિત બુમરાહ

English summary
ipl 2017 kings xi punjab vs mumbai indians 22nd match live score from indore.
Please Wait while comments are loading...