IPL 10: મનીષ પાંડેના 6 સાથે KKRને મળી શાનદાર જીત
આઇપીએલની 10મી સિઝનમાં કોલકાતા નાઇટ રાઇડર્સ અને કિંગ્સ ઇલેવન વચ્ચેની મેચની તમામ જાણકારીઓ મેળવો અહીં..
કોલકાતા નાઇટ રાઇડર્સ ની ટીમ ગૌતમ ગંભીર ની કપ્તાની હેઠળ સતત બે મેચ જીતનાર કિંગ્સ ઇલેવન પંજાબ સામે કોલકાતાના ઇડન ગાર્ડનમાં રમી રહી છે. પંજાબની ટીમ ગ્લેન મેક્સવેલની કપ્તાની હેઠળ સતત સારું પ્રદર્શન કરી રહી છે, જો કે કેકેઆરની ટીમમાંથી ઉમેશ યાદવે એક જ ઓવરમાં 3 વિકેટ લઇ પંજાબની ટીમને તગડી ટક્કર આપી છે.

- કેકેઆરની ટીમે 16.3 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 171 રન બનાવ્યા છે.
- મનીષ પાંડેએ છગ્ગો ફટકારી 3 ઓવર પહેલા જ મેચ પૂર્ણ કરી.
- કેકેઆર ટીમમાંથી મનીષ પાંડે(25) અને ગૌતમ ગંભીર(72) નોટ આઉટ.
- કપ્તાન ગૌતમ ગંભીરે 37 બોલમાં અડધી સદી પૂર્ણ કરી. આ સાથે જ ગૌતમ ગંભીરે આઇપીએલની 33મી અડધી સદી ફટકારી ડેવિડ વોર્નરના મેક્સિમમ 50sની બરોબરી કરી.
- રોબિન ઉથપ્પાના રૂપમાં કેકેઆરને બીજો ઝાટકો મળ્યો છે. અક્ષર પટેલે આ વિકેટ લીધી.
- કેકેઆરને પહેલો ઝાટકો સુનીલ નારાયણ(37)ના રૂપમાં મળ્યો. આ વિકેટ વરુણે લીધી.
- આ મેચ જીતવા માટે કેકેઆર ટીમને પંજાબે આપ્યો છે 171 રનનો લક્ષ્યાંક.
- કિંગ્સ ઇલેવન પંજાબે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 170 રન ફટકાર્યા છે.
- મેચની શરૂઆતમાં કેકેઆર ટીમે ટોસ જીતી બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
- પંજાબને પહેલો ઝાટકો મનન વોરાના રૂપમાં લાગ્યો હતો.
- કેકેઆર તરફથી સૌથી વધુ વિકેટ ઉમેશ યાદવે લીધી.
- પંજાબના કપ્તાન મેક્સવેલ પણ ઉમેશ યાદવના બોલ પર જ આઉટ થયા હતા.












Click it and Unblock the Notifications
