For Quick Alerts
For Daily Alerts
IPL10: 6 વિકેટથી જીતી મુંબઇ ઇન્ડિયન્સની ટીમ
આઇપીએલ 10 ની 16મી મેચ છે મુંબઇ ઇન્ડિયન્સ અને ગુજરાત લાયન્સ વચ્ચે. 16 એપ્રિલ, શુક્રવારના રોજ મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં મેચ રમાઇ રહી હતી. મુંબઇ ઇન્ડિયન્સની ટીમે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ગુજરાત લાયન્સની ટીમે 20 ઓવરમાં 176 રન ફટકારી મુંબઇ ઇન્ડિયન્સને 177 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. મુંબઇ ઇન્ડિયન્સની ટીમે 19.3 ઓવરમાં જ આ લક્ષ્યાંક હાંસલ કરતા 177 રન ફટકાર્યા હતા.
અહીં વાંચો - માત્ર 4 કલાક રહ્યો કોહલીનો રેકોર્ડ, આજે ફરી મળી છે મોટી તક
- મુંબઇ ઇન્ડિયન્સે 19.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 177 રન ફટકાર્યા.
- રોહિત શર્મા(40) અને હાર્દિક પંડ્યા(6) નોટ આઉટ.
- પોલાર્ડ 39 રન બનાવી આઉટ થયા, આ વિકેટ એન્ડ્રૂએ લીધી.
- નિતિશ રાણા બાદ જોય બટલર 26 રને આઉટ થયા, આ વિકેટ મુનાફ પટેલે લીધી.
- મુંબઇની ટીમને બીજો ઝાટકો નિતિશ રાણા(53)ના રૂપમાં મળ્યો. આ વિકેટ એન્ડ્રૂએ લીધી.
- મુંબઇ ઇન્ડિયન્સને પહેલો ઝાટકો પાર્થિવ પટેલ(0)ના રૂપમાં મળ્યો, પ્રવીણ કુમારે આ વિકેટ લીધી.
- ગુજરાત લાયન્સે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 176 રન બનાવ્યા.
- ગુજરાત લાયન્સના જેસન રૉય(14) અને દિનેશ કાર્તિક(48) નોટ આઉટ.
- ઇશાન કિશન(11) આઉટ, આ વિકેટ મેક્લેગને લીધી.
- બ્રેંડન મૈક્કલમ પણ આઉટ, તેમણે 44 બોલમાં 64 રન ફટકાર્યા. આ વિકેટ લસિથ મલિંગાએ લીધી.
- ગુજરાતના કપ્તાન સુરેશ રૈના 28 રન બનાવી આઉટ, હરભજન સિંહે આ વિકેટ લીધી.
- બ્રેંડન મૈક્કલમે 37 બોલમાં 51 રન ફટકારી અર્ધ સદી પૂર્ણ કરી.
- ગુજરાત લાયન્સને પહેલો ઝાટકો ડ્વેન સ્મિથ(0)ના રૂપમાં મળ્યો, આ વિકેટ મેક્લેગને લીધી.
- મુંબઇ ઇન્ડિયન્સ ટીમે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો.
ટીમઃ
મુંબઇ ઇન્ડિયન્સ - રોહિત શર્મા(કપ્તાન), જસપ્રીત બુમરાહ, જૉસ બટલર, હરભજન સિંહ, મિશેલ મેક્લેગન, લાસિથ મલિંગા, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, પાર્થિવ પટેલ(વિકેટકીપર), કિરૉન પોલાર્ડ, નીતીશ રાણા
ગુજરાત લાયન્સ - સુરેશ રૈના(કપ્તાન), દિનેશ કાર્તિક, જેયન રોય, ડ્વેન સ્મિથ, બાસિલ થંપી, ઇશાન કિશન, રવીન્દ્ર જાડેજા, પ્રવીણ કુમાર, બ્રેંડન મૈક્કલમ, મુનાફ પટેલ, એન્ડ્રયૂ ટાય
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો