IPL : કોલકાતા નાઇટ રાઇડર્સએ પુણે સુપરજાઇન્ટસને 7 વિકેટથી હરાવ્યો!
કોલકાતા નાઇટ રાઇડર્સ અને રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટસ વચ્ચે આઇપીએલ 10 સિઝનનો 30મી મેચ છે. તમામ લાઇવ અપડેટ મેળવો અહીં.
આઇપીએલ 10 સિઝનની આજે 30મી મેચ છે, જે કોલકાતા નાઇટ રાઇડર્સ અને રાઇઝિંગ પૂણે સુપરજાઇન્ટસ વચ્ચે આ મેચ હાલ પૂણેના ખચાખચ ભરેલા સ્ટેડિયમમાં રમાઇ રહી છે. ત્યારે આ મેચની તમામ લેટેસ્ટ માહિતી જાણવા માટે આ પેજને રિફ્રેશ કરતા રહો. અહીં અમે તમને આ મેચની તમામ અપડેટ આપતા રહીશું.

Update:
- આઇપીએલ 10ના 30મા મુકાબલામાં કોલકાતા નાઇટ રાઇડર્સે રાઇઝિંગ પુણે સુપરજાયન્ટને 7 વિકેટથી હરાવ્યો હતો.
- રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટના 183 રનના ટાર્ગેટનો પીછો કરતા કોલકાતા નાઇટ રાઇડર્સે 18.1 ઓવરમાં 3 વિકેટે 184 રન બનાવી મેચને જીતી લીધી હતી.
- આ દરમિયાન તેને 6 સિક્સર અને 7 ફોર ફટકારી હતી.
- કોલકાતા તરફથી રોબિન ઉથપ્પાએ સૌથી વધુ 87 રન બનાવ્યાં હતા.
- જ્યારે ગૌતમ ગંભીરે 62 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેને 1 સિક્સર અને 6 ફોર ફટકારી હતી.
- રોબિન ઉથપ્પા 87 રને જયદેવ ઉનડકટની ઓવરમાં આઉટ થયો હતો.
- કોલકાતા નાઇટ રાઇડર્સની બીજી વિકેટ પડી.
- સુનીલ નારાયણ 16 રને રન આઉટ થયો હતો.
- કોલકાતા નાઇટ રાઇડર્સે પ્રથમ વિકેટ સુનીલ નારાયણનાં રૂપમાં પડી.
- રાઇઝિંગ પૂણે સુપરજાઇન્ટસે કોલકાતા નાઇટ રાઇડર્સને જીતવા માટે 183 રન ટાર્ગેટ આપ્યો હતો.
- રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટસે 20 ઓવરમાં 5 વિકેટે 182 રન બનાવ્યા હતા.
- કોલકાતા તરફથી કુલદીપ યાદવે સૌથી વધુ 2 વિકેટ લીધી હતી.
- પુણે તરફથી સ્ટીવ સ્મિથે 51 રને અણનમ જ્યારે અજિંક્ય રહાણેએ 46 રન બનાવ્યા હતા.
- પુણે સુપરજાયન્ટની 5મી વિકેટ પડી. ક્રિસ્ટિયન 16 રને આઉટ થયો હતો.
- મનોજ તિવારી 1 રને કુલદીપ યાદવની ઓવરમાં ઉથપ્પાએ સ્ટમ્પ આઉટ કર્યો હતો.
- પુણે સુપરજાયન્ટની ચાથી વિકેટ પડી.
- મહેન્દ્રસિંહ ધોની 23 રને કુલદીપ યાદવની ઓવરમાં બોલ્ડ થયો હતો.
- પુણે સુપરજાયન્ટની ત્રીજી વિકેટ પડી.
- અજિંક્ય રહાણે 46 રને નારાયણની ઓવરમાં ઉથપ્પા દ્વારા કેચ આઉટ થયો હતો.
- પુણે સુપરજાયન્ટની બીજી વિકેટ પડી.
- રાહુલ ત્રિપાઠી પીયુષ ચાવલાની ઓવરમાં 38 રને બોલ્ડ આઉટ થયો હતો.
- પુણે સુપરજાયન્ટની પ્રથમ વિકેટ રાહુલ ત્રિપાઠીનાં રૂપમાં પડી.
- કોલકાતા નાઇટ રાઇડર્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
કોલકાતા નાઇટ રાઇડર્સ:
ગૌતમ ગંભીર, સુનીલ નારાયણઇ, રોબિન ઉથપ્પા, મનિષ પાંડે, યૂસુફ પઠાણ, ગ્રાન્ડહોમ, ક્રિસ વોક્સ, પીયુષ ચાવલા, કુલદીપ યાદવ, ઉમેશ યાદવ, ડેરેન બ્રાવો
રાઇઝિંગ પૂણે સુપરજાઇન્ટસ:
અજિંક્ય રહાણે, રાહુલ ત્રિપાઠી, સ્ટીવ સ્મિથ (કેપ્ટન), ફાફ ડુ પ્લેસિસ, મહેન્દ્રસિંહ ધોની, મનોજ તિવારી, ક્રિસ્ટિયન, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, જયદેવ ઉનડકટ, ઇમરાન તાહિર












Click it and Unblock the Notifications
