આઇપીએલ 10 : પૂણે સુપરજાયન્ટે હૈદરાબાદને 6 વિકેટથી હરાવ્યો
સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાઇઝિંગ પૂણે સુપરજાઇન્ટસ વચ્ચે આઇપીએલ 10 સિઝનનો 24મી મેચ છે. તમામ લાઇવ અપડેટ મેળવો અહીં.
આઇપીએલ 10 સિઝનની આજે 24મી મેચ છે, જે સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાઇઝિંગ પૂણે સુપરજાઇન્ટસ વચ્ચે આ મેચ હાલ પુણેનાં ખચાખચ ભરેલા સ્ટેડિયમમાં રમાઇ રહી છે. ત્યારે આ મેચની તમામ લેટેસ્ટ માહિતી જાણવા માટે આ પેજને રિફ્રેશ કરતા રહો. અહીં અમે તમને આ મેચની તમામ અપડેટ આપતા રહીશું.

Update :
- આઇપીએલ 10ની 24મી મેચમાં રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટે રોમાંચક મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદને 6 વિકેટથી હરાવ્યો હતો.
- સનરાઇઝર્સ હૈદરાબાદના 177 રનના ટાર્ગેટ નો પીછો કરતા પુણે સુપરજાયન્ટે અંતિમ બોલે 4 રન ફટકારી મેચને જીતી લીધી હતી
- મહેન્દ્રસિંહ ધોનીએ અંતિમ બોલે બાઉન્ડ્રી ફટકારી પૂણેને મેચ જીતાડી હતી.
- પૂણે સુપરજાયન્ટ તરફથી મહેન્દ્રસિંહ ધોનીના આક્રમક 61 રને અણનમ જ્યારે રાહુલ ત્રિપાઠીએ 59 રન બનાવ્યા હતા.
- મનોજ તિવારી (17) અને મહેન્દ્રસિંહ ધોની (61) રને નોટઆઉટ.
- બેન સ્ટોક્સ 10 રને ભૂવનેશ્વરની ઓવરમાં આઉટ થયો હતો.
- પુણે સુપરજાયન્ટની ચોથી વિકેટ પડી.
- પુણે સુપરજાયન્ટની ત્રીજી વિકેટ પડી. રાહુલ ત્રિપાઠી 59 રને રન આઉટ થયો હતો.
- સ્ટીવ સ્મિથ 27 રને રાશિદ ખાનની ઓવરમાં આઉટ થયો હતો.
- પુણે સુપરજાયન્ટની બીજી વિકેટ પડી.
- અજિંક્ય રહાણે 2 રને બિપુલ શર્માની ઓવરમાં આઉટ થયો હતો.
- પુણે સુપરજાયન્ટની પ્રથમ વિકેટ અજિંક્ય રહાણેનાં રૂપમાં પડી.
- આઇપીએલ 10ની 24મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટને જીતવા માટે 177 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
- રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ વિરૂદ્ધ સનરાઇઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં 3 વિકેટે 176 રન બનાવ્યા હતા.
- પુણે તરફથી ઇમરાન તાહિર, જયદેવ ઉનડકટ અને કિશ્ચિયનને 1-1વિકેટ લીધી હતી.
- જેમાં હેનરિક્સે 2 સિક્સર અને 6 ફોર ફટકારી હતી.
- હૈદરાબાદ તરફથી હેનરિક્સે સૌથી વધુ 55 રન બનાવીને અણનમ રહ્યો હતો.
- દિપક હુડ્ડા (19) અને હેનરિક્સ (55) રને નોઆઉટ.
- ડેવિડ વોર્નર 43 રને જયદેવ ઉનડકટની ઓવરમાં આઉટ થયો હતો.
- સનરાઇઝર્સ હૈદરાબાદની ત્રીજી વિકેટ પડી.
- કેન વિલિયમસન 21 રને કિશ્ચિયનની ઓવરમાં Lbw આઉટ થયો હતો.
- સનરાઇઝર્સ હૈદરાબાદની બીજી વિકેટ પડી.
- શિખર ધવન 30 રને ઇમરાન તાહિરની ઓવરમાં રાહુલ ત્રિપાઠીને દ્વારા કેચ આઉટ થયો હતો.
- સનરાઇઝર્સ હૈદરાબાદની પ્રથમ વિકેટ શિખર ધવનનાં રૂપમાં પડી.
- રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
- પોઇન્ટ ટેબલમાં રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ 2 મેચ જીતી અંતિમ સ્થાને છે.
- પોઇન્ટ ટેબલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ 4 મેચ જીતી ત્રીજા સ્થાને છે.
સનરાઇઝર્સ હૈદરાબાદ:
ડેવિડ વોર્નર (કેપ્ટન), શિખર ધવન, કેન વિલિયમસન, હેનરિક્સ, દિપક હુડ્ડા, નમન ઓઝા, રાશિદ ખાન, બિપુલ શર્મા, ભૂવનેશ્વર કુમાર, મોહમ્મદ સિરાઝ, સિદ્ધાર્થ કૌલ
રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ:
અજિંક્ય રહાણે, રાહુલ ત્રિપાઠી, સ્ટીવ સ્મિથ (કેપ્ટન), મહેન્દ્રસિંહ ધોની, બેન સ્ટોક્સ, ક્રિશ્ચિયન, મનોજ તિવારી, વોશિંગ્ટન સુન્દર, શાર્દુલ ઠાકુર, ઇમરાન તાહિર, જયદેવ ઉનડકટ
More From
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
