For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL 2020: 3 વિદેશી ખેલાડીઓ જે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને જીતાડી શકે છે ટાઈટલ

IPL 2020: 3 વિદેશી ખેલાડીઓ જે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને જીતાડી શકે છે ટાઈટલ

|
Google Oneindia Gujarati News

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો આઈપીએલનો ઈતિહાસ ખરાબ રહ્યો છે. બેંગ્લોરની તાકાત તેમની આક્રમક બેટિંગ છે. પરંતુ બોલિંગ ખૂબ જ નબળી રહી છે. વિરાટ કોહલી, એબી ડી વિલિયર્સ અને ક્રિસ ગેલ જેવા મોટા ખેલાડીઓ હોવા છતાંય બેંગ્લોર હજી સુધી ટ્રોફી નથી જીતી શક્યુ.

ipl 2020

બેંગ્લોર 2009, 2011 અને 2016માં આઈપીએલની ફાઈનલમાં પહોંચ્યુ હતુ, પરંતુ ફાઈનલ જીતી ન શક્યુ. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આઈપીએલ 2019ના પોઈન્ટ ટેબલમાં તળિયે હતું. બેંગ્લોર બોલિંગના કારણે ઘણી મેચ હારી ચૂક્યુ છે.

બેંગ્લોરની ટીમ પાસે યુઝવેન્દ્ર ચહલ સિવાય કોઈ એવા બેટ્સમેન નહોતા જે મુશ્કેલ પરિસ્થિતિમાં વિકેટ લઈ શકે. એટલે જ બેંગ્લોર 200થી વધુનો સ્કોર પણ ડિફેન્ડ ન કરી શક્યુ. પરંતુ હવે બેંગ્લોર ગત સિઝનનું પ્રદર્શન ભૂલીને નવી શરૂઆત કરવા તૈયાર છે. આઈપીએલ 2020માં બેંગ્લોર પાસે 3 શાનદાર વિદેશી ખેલાડીઓ છે, જે મેચવિનર બની શકે છે.

1. એરોન ફિંચ

1. એરોન ફિંચ

ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ઓપનિંગ બેટ્સમેન આઈપીએલ 2020માં બેંગ્લોર તરફથી રમતા દેખાશે. હરાજી દરમિયાન બેંગ્લોરે ફિંચને 4.4 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા. તે ટી20 ક્રિકેટના બેસ્ટ બેટ્સમેનોમાંના એક છે.

એરોન ફિંચે આઈપીએલમાં 75 મેચ રમી ચૂક્યા છે, જેમના નામ 1,737 રન બનાવ્યા છે. પાછલા કેટલાક સમયથી તેમનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. તાજેતરમાં જ તેમણે ભારત અને ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં 162 રન બનાવ્યા હતા.

આ દરમિયાન તેમણે એક શાનદાર સદી પણ ફટકારી. બેંગ્લોર ઈચ્છશે કે તે આઈપીએલમાં પણ આવું જ પ્રદર્શન કરે.

2. ક્રિસ મોરિસ

2. ક્રિસ મોરિસ

સાઉથ આફ્રિકાના આ ઓલરાઉન્ડરને બેંગ્લોરે 10 કરોડના ખર્ચે ટીમમાં સામેલ કર્યા છે. તે ફાસ્ટ બોલિંગની સાથે સાથે બેટિંગમાં પણ ડેથ ઓવર્સમાં રનરેટ વધારવામાં મદદરૂપ થઈ શકે છે. છેલ્લી આઈપીએલમાં મોરિસે દિલ્હી માટે 9 મેચમાં 13 વિકેટ ઝડપી હતી.

બેંગ્લોર ઈચ્છશે કે મોરિસ બેટ અને બોલ બંનેથી સારું પ્રદર્શન કરીને જીતનો પાયો નાખે. આ વિદેશી ખેલાડી બેંગ્લોર માટે મહત્વની ભૂમિકા ભજવશે.

3. એબી ડી વિલિયર્સ

3. એબી ડી વિલિયર્સ

સાઉથ આફ્રિકાના 35 વર્ષીય ખેલાડી એબી ડી વિલિયર્સના ભારતમાં સંખ્યાબંધ ફેન્સ છે. તે આઈપીએલની તમામ સિઝન રમી ચૂક્યા છે. 2011થી હાલ સુધી તે બેંગ્લોરની ટીમનો ભાગ છે. અને ડી વિલિયર્સ આઈપીએલની દરેક સિઝનમાં શાનદાર પ્રદર્શન કરી ચૂક્યા છે. આઈપીએલમાં ડી વિલિયર્સ સૌથી સફળ ખેલાડી છે. તેઓ અત્યાર સુધી 154 મેચ રમી ચૂક્યા છે અને 4,395 રન બનાવી ચૂક્યા છે.

IPL 2020: આઈપીએલ દ્વારા ટી20 વર્લ્ડ કપની ટિકિટ મેળવી શકે આ 5 ખેલાડીઓIPL 2020: આઈપીએલ દ્વારા ટી20 વર્લ્ડ કપની ટિકિટ મેળવી શકે આ 5 ખેલાડીઓ

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
ipl 2020 these three players can be match winners for royal challengers banglore
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X