IPL 2020: 5 ઓલરાઉન્ડર જેને રિપ્લેસમેન્ટ તરીકે મળી શકે છે તક
ગત મહિને કોલકાતામાં આયોજિત ઈન્ડિયન પ્રીમિયર લીગની હરાજી રસપ્રદ રહી. આ હરાજીમાં કુલ 62 ખેલાડીઓ ખરીદાયા અને આ ખેલાડીઓને ખરીદવામાં આઠ ફ્રેન્ચાઈઝીઓ 140.3 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ પોલર પેટ કમિન્ટને નાઈટ રાઈડર્સે 15.50 કરોડ રૂપિયામાં ખરીદ્યા. કોઈ વિદેશી ખેલાડી માટે આ સૌથી વધુ રકમ નોંધાઈ છે. કમિન્સના ઓસ્ટ્રેલિયન ટીમ મેટ ગ્લેન મેક્સવેલને પંજાબે 10.75 કરોડમાં ખરીદ્યા છે. જો ઓલરાઉન્ડર્સની વાત કરીએ તો CSKએ 5.5 કરોડમાં સેમ કરનને ખરીદ્યા. આ ઉપરાંત માઈક સ્ટોઈનિસ અને ક્રિસ વોક્સને ક્રમશઃ 4.8 કરોડ અને 1.5 કરોડ રૂપિયામાં દિલ્હીએ ખરીદ્યા. તો દક્ષિણ આફ્રિકાના શાનદાર ઓલરાઉન્ડર ક્રિસ મોરિસને બેંગ્લોરે 10 કરોડમાં ખરીદ્યા. ચાલો જોઈએ એ પાંચ ઓલરાઉન્ડર વિશે જે રિપ્લેસમેન્ટ તરીકે આ સિઝનમાં રમતા જોવા મળી શકે છે.

જલજ સક્સેના
જલજ સક્સેના ડોમેસ્ટિક ક્રિકેટમાં સારુ પ્રદર્શન કરી ચૂક્યા છે. જલજ એક સારા બેટ્સમેન હોવાની સાથે સાથે ઓફ સ્પિન બોલર પણ છે. જો કે આ હરાજીમાં જલજ 30 લાખની બેઝ પ્રાઈસ સાથે અનસોલ્ડ રહ્યા. સક્સેનાને આઈપીએલ 2019માં દિલ્હી કેપિટલ્સે 20 લાખમાં ખરીદ્યા હાત. જો કે તેમને એક પણ મેચમાં તક ન મળી અને તેને રિલીઝ કરી દેવાયા. ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટમાં સક્સેના માત્ર એવા ક્રિકેટર છે જે 6 હજાર રન બનાવી ચૂક્યા છે સાથે જ 300થી વધુ વિકેટ ઝડપી ચૂક્યા છે. ત્યારે કોઈ ખેલાડી ઈન્જર્ડ થાય તો રિપ્લેસમેન્ટ તરીકે તેમને તક મળી શકે છે.

મહમુદુલ્લાહ
બાંગ્લાદેશના શાનદાર ઓલરાઉનડ્ર મહમુદુલ્લાહ પણ આઈપીએલ 2020ની હરાજીમાં અનસોલ્ડ રહ્યા છે. તેમની બેઝપ્રાઈઝ 75 લાખ હતી. મહમુદુલ્લાહ 200થી વધુક ટી20 મેચ રમી ચૂક્યા છે, જેમાં 119.25ના સ્ટ્રાઈક રેટથી 3,703 રન બનાવી ચૂક્યા છે. આ ઉપરાંત તે ઓફ સ્પિન બોલિંગથી 21.9ની ઈકોનોમી સાથે 100 વિકેટ પણ ઝડપી ચૂક્યા છે. આ વર્ષે જો તક મળે તો તે સારુ પ્રદર્શન કરી શકે છે.

કાર્લોસ બ્રેથવેટ
2019ની હરાજીમાં કોલકાતાએ આ ખેલાડીને 5 કરોડમાં ખરીદ્યા હતા. જો કે 2020માં તે 50 લાખની બેઝ પ્રાઈસમાં અનસોલ્ડ રહ્યા. બ્રેથવેટ સીપીએલમાં સારુ પ્રદર્શન કરી ચૂક્યા છે. અને વર્લ્ડ કપમાં પણ તેમણે ન્યૂઝીલેન્ડ સામે 101 રનની ઈનિંગ રમી હતી.

યુસુફ પઠાણ
યુસુફ પઠાણ આઈપીએલ 2020ની હરાજીમાં 1 કરોડની બેઝ પ્રાઈસમાં અનસોલ્ડ રહ્યા. યુસુફ આઈપીએલના સૌથી અનુભવી ક્રિકેટરોમાંના એક છે. તે કુલ 174 મેચમાં 142.97ન સ્ટ્રાઈક રેટથી 3,204 રન બનાવી ચૂક્યા છે. આ સિઝનમાં કોઈ ખેલાડીના રિપ્લેસમેન્ટ તરીકે રમી શકે છે.

કોલિન ડી ગ્રેન્ડહોમ
આધુનિક ક્રિકેટના તમામ ફોર્મેટમાં સૌથી સારા ઓલરાઉન્ડરોમાં સામેલ ન્યૂઝીલેન્ડના કોલિન ડી ગ્રેન્ડહોમ 75 લાખની બેઝપ્રાઈસમાં અનસોલ્ડ રહ્યા. 33 વર્ષના આ વિસ્ફોટક ઓલરાઉન્ડર કોલિન ડી ગ્રેન્ડહોમનો ટી 20 રેકોર્ડ સારો રહ્યો છે. તે 194 મેચમાં 162.34ના સ્ટ્રાઈક રેટથી 3294 રન બનાવી ચૂક્યા છે. આ ઉપરાંત બોલિંગમાં 65 વિકેટ પણ ઝડપી ચૂક્યા છે.
આ પણ વાંચોઃ નિર્ભયા કેસઃ રાષ્ટ્રપતિ કોવિંદે ફગાવી દોષી મુકેશની દયા અરજી
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો