For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL 2020: મલિંગાના રેકોર્ડથી માત્ર 14 વિકેટ દૂર છે અમિત મિશ્રા

IPL 2020: મલિંગાના રેકોર્ડથી માત્ર 14 વિકેટ દૂર છે અમિત મિશ્રા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ મુંબઈ ઈન્ડિયન્સના અનુભવી બોલર લસિથ મલિંગા યૂએઈમાં 19 સપ્ટેમ્બરે શરૂ થવા જઈ રહેલ આઈપીએલની 13મી સીઝનનો ભાગ નહિ બની શકે. તેઓ અંગત કારણોસર ટૂર્નામેન્ટથી બહાર થઈ ગયા છે. એવામાં ભારતીય સ્પિનર અમિત મિશ્રા પાસે મલિંગાનો રેકોર્ડ તોડવાનો સોનેરી મોકો રહેશે જેઓ દિલ્હી કેપિટલ્સનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.

IPL 2020

જણાવી દઈએ કે અમિત મિશ્રા આઈપીએલમાં સૌથી વધુ વિકેટ લેનાર મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડી લસિથ મલિંગાનો રેકોર્ડ તોડી શકે છે. મલિંગા અંગત કારણોસર ટૂર્નામેન્ટથી બહાર થઈ ગયો છે, એવામાં અમિત મિશ્રા આસાનીથી આ રેકોર્ડ તોડી નાખશે.

ઉલ્લેખનીય છે કે શ્રીલંકાના મલિંગાએ આઈપીએલમાં રમાયેલ અત્યાર સુધીની 122 મેચમાં 170 વિકેટ ચટકાવી છે. અત્યાર સુધી તે આઈપીએલમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલરની યાદીમાં ટૉપ પર છે. જ્યારે અમિત મિશ્રાએ 147 મેચમાં 157 વિકેટ ચટકાવી છે અને મલિંગાથી માત્ર 14 વિકેટ જ દૂર છે. જો આ સીઝનમાં અમિત મિશ્રા 14 વિકેટ ચટકાવી લે છે તો તેઓ આઈપીએલના ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ ખેરવનાર બોલર બની જશે.

અમિત મિશ્રા ઉપરાંત ચેન્નઈ સુપર કિંગ્સના સ્પિનર કે પીયૂષ ચાવલા પણ મલિંગાનો રેકોર્ડ તોડવાની ફિરાકમાં છે. ચાવલાએ અત્યાર સુધી 157 મેચમાં 150 વિકેટ ચટકાવી છે. ચેન્નઈ સુપર કિંગ્સે પાછલા વર્ષે ડિસેમ્બરમાં આઈપીએલ 2020ની હરાજીમાં પીયૂષ ચાવલાને ખરીદવા માટે 6.75 કરોડ રૂપિયા ખર્ચ કર્યા, અગાઉ તેઓ કોલકાતા નાઈટ રાઈડર્સ માટે રમતા હતા. એવામાં મલિંગાના રેકોર્ડ તોડવા માટે પીયૂષ ચાવલાએ શાનદાર પ્રદર્શન કરવું પડશે. તેમને 21 વિકેટની જરૂરત છે.

જણાવી દઈએ કે સીઝનની શરૂઆત ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સની મેચ સાથે થશે. દુનિયાની સૌથી મોટી ટી20 લીગ આઈપીએલ આ વર્ષે દુબઈ, આબૂ ધાબી અને શારજાહમાં સંયુક્ત અરબ અમીરાતમાં ત્ણ સ્થળોએ રમાઈ રહી છે.

IPL 2020: CSK કે MI, ગૌતમ ગંભીરે જણાવ્યું કયા ખેલાડીનું પલડું ભારેIPL 2020: CSK કે MI, ગૌતમ ગંભીરે જણાવ્યું કયા ખેલાડીનું પલડું ભારે

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IPL 2020: Amit Mishra is only 14 wicket away from lasith malinga's record
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X