IPL 2020: વૉટસન અને ડુ પ્લેસિસની ધુઆંધાર ઈનિંગ, ચેન્નઈની 10 વિકેટે જીત

IPL 2020: વૉટસન અને ડુ પ્લેસિસની ધુઆંધાર ઈનિંગ, ચેન્નઈની 10 વિકેટે જીત

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2020ની 18મી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે કિંગ્સ ઈલેવન પંજાબને 10 વિકેટથી માત આપી ધમાકેદાર જીત નોંધાવી. ચેન્નઈના બંને ઓપનર શેન વોટ્સન અને ડુ પ્લેસિસ નાબાદ પેવેલિયન ફર્યા. વૉટસને ફોર્મમાં પરત ફરતાં 53 બોલમાં 11 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી નાબાદ 83 રન બનાવ્યા. જ્યારે ડુ પ્લેસિસે 53 બોલમાં 11 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 87 રન બનાવ્યા.

csk

પંજાબે ચેન્નઈને 179 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ચેન્નઈએ એકપણ વિકેટ ગુમાવ્યા વિના 14 બોલ બાકી રહેતાં જ 181 રન બનાવી નાખ્યા હતા. જણાવી દઈએ કે ટૉસ જીતી પહેલાં બેટિંગ કરતાં કેએલ રાહુલની વિસ્ફોટક ઈનિંગના દમ પર કિંગ્સ ઈલેવન પંજાબે ચેન્નઈ સુપર કિંગ્સ સામે જીતવા માટે 179 રનનો ટાર્ગેટ રાખ્યો હતો રાહુલે 52 બોલમાં 7 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 63 રન બનાવ્યા હતા.

પાછલી એક મેચમાં સારી શરૂઆત અપાવવામાં નિષ્ફળ રહેલા શેન વૉટ્સને આજે સંભાળીને શરૂઆત કરી અને પોતાના કરિયરની 20મી ફીફ્ટી પૂરી કરી, જ્યારે ફાફ ડુપ્લેસિસે પોતાની શાનદાર ફોર્મ યથાવત રાખી અને આ સીઝનની ત્રીજી ફીફ્ટી લગાવી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X