For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL 2020: 3 વિદેશી ઓપનિંગ બેટ્સમેન, જે ટુર્નામેન્ટમાં મચાવી શકે છે ધમાલ

આજે વાત કરીએ એવા ત્રણ વિદેશી ઓપનર્સની જે આઈપીએલમાં ધમાલ મચાવી શકે છે.

|
Google Oneindia Gujarati News

ટી20 ક્રિકેટમાં ઓપનર્સની ભૂમિકા મહત્વની હોય છે. જો ઓપનર્સ સારો સ્ટાર્ટ આપે તો રનનો ઢગલો કરવો સહેલો થઈ જાય છે. ટી20માં ઓપનર્સ પર ફાસ્ટ રન બનાવવાનું દબાણ હોય છે, જેને કારણે ક્યારેક પાવરપ્લેમાં વિકેટ પણ પડે છે. આ વખતે પણ આઈપીએલમાં કેટલાક એવા વિદેશી ખેલાડીઓ છે, જેમની બેટિંગ જોવાની મજા પડશે. વાત કરીએ એવા ત્રણ વિદેશી ઓપનર્સની જે આઈપીએલમાં ધમાલ મચાવી શકે છે.

ડેવિડ વોર્નર

ડેવિડ વોર્નર

ડેવિડ વોર્નર આઈપીએલ જ નહીં ક્રિકેટના ગ્રેટ બેટ્સમેનોમાંના એક છે. તે આઈપીએલમાં 4706 રન બનાવી ચૂક્યા છે. જેમાં તેમનો સ્ટ્રાઈક રેટ 142નો અને એવરેજ 43ની છે. ઓસ્ટ્રેલિયાના આક્રમક બેટ્સમેન 3 વખત ઓરેન્જ કેપ પણ મેળવી ચૂક્યા છે. 2015, 2017 અને 2019માં તે ઓરેન્જ કેપ જીત્યા હતા. વોર્નર આઈપીએલ 2020માં પણ સૌથી વધુ રન બનાવીને ઓરેન્જ કેપ હાંસલ કરવા ઈચ્છશે. સનરાઈઝર્સ હૈદરાબાદ માટે તે જોની બેરિસ્ટો સાથે ઓપનિંગ કરશે. સનરાઈઝર્સના પ્રશંસકો ઈચ્છશે કે ડેવિડ વોર્નર ફરી આક્રમક બેટિંગ કરે.

ક્રિસ ગેલ

ક્રિસ ગેલ

40 વર્ષના ક્રિસ ગેલ ટી20ના બાદશાહ માનવામાં આવે છે. યુનિવર્સલ બોસ તરીકે જાણીતા આ ખેલાડી કિંગ્સ 11 પંજાબ માટે મહત્વના સાબિત થશે. આઈપીએલ 2020માં ક્રિસ ગેલ આક્રમક શરૂઆત કરવા ઈચ્છશે.

ગેલનું પ્રદર્શન લાસ્ટ સિઝનમાં શાનદાર રહ્યું હતું. તેમણે પંજાબ માટે 13 મેચમાં 490 રન બનાવ્યા હતા. કિંગ્સ 11 પંજાબ ઈચ્છશે કે ઓપનિંગ બેટ્સમેન તરીકે તે આક્રમક ઓપનિંગ કરવા ઈચ્છશે.

ક્રિસ લિન

ક્રિસ લિન

મુંબઈ ઈન્ડિયન્સે ક્રિસ લિનને 2 કરોડમાં ખરીદ્યા હતા. મુંબઈ પાસે રોહિત શર્મા અને ક્વિન્ટન ડીકોક બે શાનદાર ઓપનર્સ છે, હવે તેમની પાસે ક્રિસ લિન પણ છે. આ આક્રમક બેટ્સમેન વિપક્ષની બોલિંગને તહેસનહેસ કરવા સક્ષમ છે. ટી 20 વિશ્વકપ માટે ઓસ્ટ્રેલિયાના પસંદગીકારો પણ તેમના આઈપીએલના પ્રદર્શન પર નજર રાખશે. એટલે જો તે આઈપીએલમાં સારુ પ્રદર્શન કરશે તો તેમને મોટી ટુર્નામેન્ટ રમવા મળી શકે છે.

આ પણ વાંચોઃ U19 CWC: બાંગ્લાદેશી ખેલાડીઓએ કરી ગાળાગાળી, જાણો શું બોલ્યા કેપ્ટન પ્રિયમ ગર્ગ

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
ipl 2020 david warner chirs gayle and chirs lean will be center of attraction
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X