DC vs RR: નાના ગ્રાઉન્ડમાં ફરી રનનો વરસાદ થશે, બંને ટીમનો હેડ ટૂ હેડ રેકોર્ડ જુઓ
DC vs RR: નાના ગ્રાઉન્ડમાં ફરી રનનો વરસાદ થશે, બંને ટીમનો હેડ ટૂ હેડ રેકોર્ડ જુઓ
નવી દિલ્હીઃ ફરી એકવાર યૂએઈના નાના મેદાન શારજાહમાં ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ જોવા મળશે કેમ કે આઈપીએલ સીઝન 13ની 23મી મેચ રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ટક્કર થશે. રાજસ્થાને શરૂઆતની 2 મેચ જીતી ખુબ ચર્ચા મેળવી હતી, પરંતુ આગલી ત્રણ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે દિલ્હીની ટીમ દમદાર જોવા મળી રહી છે જે 5 મેચમાં 4 મુકાબલા જીતી ચૂકી છે.

બંને ટીમનો હેડ ટૂ હેડ રેકોર્ડ
જ્યારે હેડ ટૂ હેડની વાત કરીએ તો તેમાં રાજસ્થાનનું પલડું ભારી જોવા મળી રહ્યું છે. બંને ટીમો અત્યાર સુધીમાં 21 વાર આઈપીએલમાં આમને સામને થઈ ચૂકી છે જેમાં રાજસ્થાને 11 જ્યારે દિલ્હીએ 9 મુકાબલા જીત્યા છે. જો કે બંને ટીમ વચ્ચે રમાયેલ 3 મુકાબલામાં દિલ્હીએ જ બાજી મારી છે. 2018માં 2 મેના રોજ થયેલ મુકાબલામા દિલ્હીએ 50 રથી બાજી મારી હતી, પછી 2019માં 22 એપ્રિલના રોજ છ વિકેટથી મેચ જીતી હતી. પછી એજ સીઝનમાં 4 મેના રોજ 5 વિકેટથી રાજસ્થાનને હરાવ્યું હતું. હવે જોવાનું એ રહેશે કે શું રાજસ્થાન હારનો સિલસિલો તોડી શકે છે કે પછી દિલ્હી રાજસ્થાન વિરુદ્ધ સતત ચોથી જીત નોંધાવશે.
દિલ્હીના લગભગ તમામ ખેલાડી શાનદાર ફોર્મમાં છે. ટીમમાં કોઈ બદલાવ દેખાવવો મુશ્કેલ છે. જ્યારે રાજસ્થાન ફરી એકવાર યશસ્વી જાયસવાલનો ઓપનિંગનો મોકો આપી શકે છે.
બંને ટીમની સંભવિત પ્લેઈંગ ઈલેવન
દિલ્હી કેપિટલ્સઃ પૃથ્વી શો, શિખર ધવન, શ્રેયસ ઐય્યર, ઋષભ પંત, શિમ્રોન હેટમાયર, માર્કસ સ્ટોઈનિસ, અક્સર પટેલ, રવિચંદ્રન અશ્વિન, હર્ષલ પટેલ, કગીસો રબાડા, એનરિચ નૉર્ત્ઝે.
રાજસ્થાન રોયલ્સઃ જોસ બટલર, યશસ્વી જાયસવાલ, સ્ટીવ સ્મિથ, સંજૂ સેમસન, મહિપાલ લોમરોર, રાહુલ તેવતિયા, જોફ્રા આર્ચર, ટૉમ કુરેન, શ્રેયસ ગોપાલ, અંકિત રાજપૂત, કાર્તિક ત્યાગી.












Click it and Unblock the Notifications
