• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

IPL 2020: હરાજીમાં શાંત રહેલી આ ટીમ પર સવાલો ઉભા થઈ રહ્યા છે!

|

આ વખતની આઈપીએલ હરાજીમાં સનરાઇઝર્સ હૈદરાબાદની શાંતિ સવાલો ઉભા કરી રહ્યી છે. માત્ર બે વિદેશી ખેલાડીઓના સ્લોટમાં સનરાઇઝર્સે મિશેલ માર્શને બે કરોડ રૂપિયાની બેઝ પ્રાઈસ અને સ્પિન બોલિંગ તેમજ ઓલ રાઉન્ડર તરીકે ફેબિયન એલનને ખરીદ્યો. વેસ્ટ ઇન્ડિીઝના આ ઓલરાઉન્ડરને પણ બેઝ પ્રાઈસ પર જ ખરીદ્યો છે. જો કે સનરાઇઝર્સ મધ્યમ ક્રમ માટે અગાઉ કેટલીક વ્યવસ્થા કરી ચુકી છે.

ડેવિડ વોર્નર અને જોની બેયરસ્ટો

ડેવિડ વોર્નર અને જોની બેયરસ્ટો

હરાજીમાં સનરાઇઝર્સે T20 અંડર-19 ભારતીય ટીમના કેપ્ટન પ્રીયમ ગર્ગ અને પ્રતિભાશાળી ખેલાડી વિરાટ સિંઘને ખરીદીને બેટીંગ ઓર્ડર મજબુત કર્યો છે. સનરાઇઝર્સે 1.9 કરોડમાં આ બંને ખેલાડીને ખરીદ્યા. છેલ્લી સિઝનમાં વખત આ ટીમ તરફથી ડેવિડ વોર્નર અને જોની બેયરસ્ટોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ત્યારે હવે તે જ ક્રમમાં બાવંકા સંદીપ, અબ્દુલ સમદ અને સંજય યાદવને બેઝ પ્રાઈઝ પર ખરીદ્યા છે.

હાલમાં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ આ મુજબ

હાલમાં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ આ મુજબ

કેન વિલિયમસન, ડેવિડ વોર્નર, મનીષ પાંડે, વિજય શંકર, રાશિદ ખાન, મોહમ્મદ નબી, અભિષેક શર્મા, જોની બેયરસ્ટો, વૃદ્ધિમન સાહા, શ્રીવત્સ ગોસ્વામી, ભુવનેશ્વર કુમાર, ખલીલ અહેમદ, સંદીપ શર્મા, સિદ્ધાર્થ કૌલ, શાહબાઝ નદીમ, તુલસી થંપી, ટી.નટરાજન

આ પણ વાંચોઃ IPL 2020: હરાજીમાં કરોડોની બોલી લાગતા નાચવા લાગ્યો આ ખેલાડી, વીડિયો વાયરલ થયો

નવા ખેલાડીઓ

નવા ખેલાડીઓ

મિશેલ માર્શ (2 કરોડ), વિરાટ સિંઘ (1.9 કરોડ), પ્રિયમ ગર્ગ (1.9 કરોડ), બાવંકા સંદીપ (20 લાખ), ફેબિયન એલન (50 લાખ), અબ્દુલ સમદ (20 લાખ), સંજય યાદવ (20 લાખ)

નવી ખરીદીનું વિશ્લેષણ

મનાય છે કે સનરાઇઝર્સની પાસે એક સારી ટીમ છે પરંતુ સત્ય એ છે કે છેલ્લી સિઝનમાં ટીમ માત્ર ચાર વિદેશી ખેલાડીઓ પર આધારીત રહી છે. જેમાં ડેવિડ વોર્નર, જોની બેયરસ્ટો, રશીદ ખાન અને કેન વિલિયમસનનો સમાવેશ થાય છે.

ટોપ ઓર્ડર પર વધુ પડતી નિર્ભરતા

ટોપ ઓર્ડર પર વધુ પડતી નિર્ભરતા

ગઈ સિઝનમાં મધ્યક્રમ હૈદરાબાદને ભારે પડ્યો તો દિપક હૂડા અને યુસુફ પઠાણ ફિનીશર તરીકે નિષ્ફળ રહ્યા હતા. સનરાઇઝર્સને આ જગ્યા ભરવા માટે મધ્ય ક્રમના સારા બેટ્સમેનની જરૂર હતી. જે પ્રિયમ ગર્ગ અને વિરાટ સિંહને ખરીદીને પુરી કરી છે. આ સારી પસંદ છે પરંતુ તેને હજુ અજમાવવામાં આવ્યા નથી. મિશેલ માર્શમાં ટીમ ફિનિશર શોધી રહી છે. જો કે 120 થી નીચેની સ્ટ્રાઇક રેટને કારણે ટીમમાં આત્મવિશ્વાસનો અભાવ દેખાય છે. મોહમ્મદ નબીના રૂપમાં સારો ઓલરાઉન્ડર છે. માર્શ સિવાય ફ્રેન્ચાઇઝી મોર્ગન, ડેવિડ મિલર અથવા શિમરોન હેટમેયર જેવા ખેલાડીઓમાં રોકાણ કરી શકતી હતી.

ટીમ પર સવાલો - આ પ્લેઇંગ ઇલેવન હોઈ શકે છે

ટીમ પર સવાલો - આ પ્લેઇંગ ઇલેવન હોઈ શકે છે

ફેબ એલન પણ સવાલો ઉભા કરી શકે છે. એ સિવાય એક સવાલ એ પણ છે કે જોની બેયરસ્ટો અને ડેવિડ વોર્નરને ઈજા થાય તો શું ટીમ પાસે તેનો વિકલ્પ છે? ભુવનેશ્વર કુમાર, સિદ્ધાર્થ કૌલ અને બેસિલ થંપી ગયા વર્ષે મોંઘા સાબિત થયા હતા તો શું વધુ ઘરેલુ ફાસ્ટ બોલોરોને ખરીદવાની જરૂર હતી? શું ટીમને તેની મધ્ય ક્રમની નબળાઈનો વિકલ્પ મળી ગયો છે? ઘણા સવાલો છે કે જે સાબિત કરે છે કે સનરાઇઝર્સ ટીમને હરાજીમાં નવો રંગ અપાવવામાં નિષ્ફળ રહી છે. મનીષ પાંડે સાથે કેન વિલિયમસન અને વિજય શંકર 3, 4 અને 5 નંબર પર બેટિંગ કરશે. આ સ્થિતિમાં એક હાર્ડ હિટરનો અભાવ જોઈ શકાય છે.

સનરાઇઝર્સનો શરૂઆતી બેટીંગ ઓર્ડર મજબુત છે પરંતુ વોર્નર અને બેયરસ્ટો બહાર થાય તો ટીમ ધાર ગુમાવી દેશે. સૌથી મોટી વાત એ કે એક ઓપનર મેંચમાંથી આઉટ થાય તો ટીમનું શું થશે?

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
ipl 2020 here is srh whole team after aution which raises some question
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more