IPL 2020: એક ખેલાડી જેને કોઈએ નહોતા ખરીદ્યા, પણ બિગબેશમાં મચાવી ધમાલ
વાત છે ઓસ્ટ્રેલિયન ખેલાડી માર્ક્સ સ્ટોયનિસની. આઈપીએલ 2020માં માર્કસ સ્ટોયનિસ દિલ્હી કેપિટલ્સ તરફથી રમતા દેખાશે. જો કે આઈપીએલની હરાજી દરમિયાન તેમને શરૂઆતમાં થોડી નિરાશા મળી હતી. કારણ કે હરાજીના પહેલા ર
વાત છે ઓસ્ટ્રેલિયન ખેલાડી માર્ક્સ સ્ટોયનિસની. આઈપીએલ 2020માં માર્કસ સ્ટોયનિસ દિલ્હી કેપિટલ્સ તરફથી રમતા દેખાશે. જો કે આઈપીએલની હરાજી દરમિયાન તેમને શરૂઆતમાં થોડી નિરાશા મળી હતી. કારણ કે હરાજીના પહેલા રાઉન્ડમાં સ્ટોયનિસને ખરીદવામાં આઠમાંથી એક પણ ટીમે રસ નહોતો દાખવ્યો. જો કે હાલ તો તેમના પ્રદર્શનથી દિલ્હી કેપિટલ્સ ખુશખુશાલ હશે. સ્ટોયનિસે ઓસ્ટ્રેલિયન લીગ બિગ બેશ 2020માં સૌથી વધુ રન બનાવ્યા છે. સ્ટોયનિસે આ ટુર્નામેન્ટમાં 16 ઈનિંગમાં સૌથી વધુ 695 રન બનાવ્યા છે. કોઈ પણ સિંગલ લીગમાં સ્ટોયનિસનો આ હાઈએસ્ટ સ્કોર છે.

ચોંકાવનારી વાત એ છે કે આઈપીએલ 2020ની હરાજી દરમિયાન પહેલા રાઉન્ડમાં સ્ટોયનિસને કોઈએ નહોતા ખરીદ્યા. આ પહેલા આઈપીએલમાં સ્ટોયનિસ બેંગ્લોરની ટીમનો ભાગ હતા, પરંતુ આ સિઝનમાં બેંગ્લોર તેમને રિલીઝ કરી ચૂક્યુ છે. અને બેંગ્લોરે પણ ફરી તેમને પોતાની ટીમમાં સામેલ કરવા રસ નહોતો દાખવ્યો. માર્ક્સ સ્ટોયનિસ જેટલા સારા બેટ્સમેન છે, એટલા જ સારા બોલર પણ છે.
આઈપીએલની હરાજી દરમિયાન દિલ્હી કેપિટલ્સે સ્ટોયનિસને બીજા રાઉન્ડમાં 4.80 કરોડમાં ખરીદ્યા હતા. હવે બિગ બેશમાં સ્ટોયનિસનું ફોર્મ જોઈને દિલ્હી પોતાને નસીબદાર માનતી હશે. સામે બીજી સાત ટીમો પસ્તાઈ રહી હશે કે પહેલા રાઉન્ડમાં કેમ બોલી ન લગાવી?












Click it and Unblock the Notifications
