For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

RR vs SRH: હૈદરાબાદે ટૉસ જીતી પહેલાં બેટિંગ કરવાનો ફેસલો લીધો

RR vs SRH: હૈદરાબાદે ટૉસ જીતી પહેલાં બેટિંગ કરવાનો ફેસલો લીધો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ આઈપીએલ સીઝન 13નો 26મો મુકાબલો દુબઈમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે શરૂ થઈ ચૂક્યો છે. ડેવિડ વોર્નરની આગેવાનીમાં હૈદરાબાદે આ સીઝનમાં રમાયેલ છ મેચમાંથી ત્રણ જીતી લીધી છે. ટીમ 6 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે. રાજસ્થાને ટૂર્નામેન્ટમાં સારી શરૂઆત કરી હતી, પરંતુ સતત ચાર મેચ હાર્યા બાદ 7મા સ્થાને છે. એવામા ટૂર્નામેન્ટમાં બની રહેવા માટે હૈદરાબાદ વિરુદ્ધ જીત હાંસલ કરવી તેમના માટે પડકાર હશે.

rr vs srh

હૈદરાબાદ- રાજસ્થાનના મોંઘા ખેલાડી

ડેવિડ વોર્નર હૈદરાબાદના સૌથી મોંઘા ખેલાડી છે. તેઓ એક સીઝનમાં 12.50 કરોડ રૂપિયા કમાય ચે. મનીષ પાંડે (11 કરોડ) બીજા નંબરના સૌથી મોંઘા ખેલાડી છે. જ્યારે રાજસ્થાનમાં કેપ્ટન સ્મિથ 12.50 કરોડ અને સંજૂ સેમસન 8 કરોડ રૂપિયામા સૌથી મોંઘા ખેલાડી છે.

સનરાઈઝર્સ હૈદરાબાદની લીગમાં જીતનો દર 53.50 ટકા છે. હૈદરાબાદે અત્યાર સુધી કુલ 114 મેચ રમી છે, જેમાં 61 જીત અને 53 હારી છે. જ્યારે રાજસ્થાનની જીતનો રેટ 50.66 ટકા છે. રાજસ્થાને અત્યાર સુધી કુલ 153 મેચ રમી છે, જેમાં તેમણે 77 જીતી છે અને 74 હારી છે. 2 મેચ ડ્રો રહ્યા છે.

આ પ્રકારે છે બંનેની ટીમ

હૈદરાબાદઃ ડેવિડ વોર્નર, જૉની બેયરસ્ટો, મનીષ પાંડે, કેન વિલિયમસન, વિજય શંકર, પ્રિયમ ગર્ગ, રાશિદ ખાન, સંદીપ શર્મા, ખલીલ અહમદ, ટી નટરાજન.

રાજસ્થાનઃ જોસ બટલર, રોબિન ઉથપ્પા, સંજૂ સેમસન, સ્ટીવ સ્મિથ, બેન સ્ટોક્સ, રિયાન પરાગ, રાહુલ તેવતિયા, જોફ્રા આર્ચર, કાર્તિક ત્યાગી, શ્રેયસ ગોપાલ, વરુણ આરોન.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IPL 2020: rajasthan royals won the toss and opted to bat first
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X