IPL 2020: શેલ્ડન કોર્ટેલના નામે શર્મનાક રેકોર્ડ, 3 ઓવરમાં લૂંટાવ્યા 52 રન
IPL 2020: શેલ્ડન કોર્ટેલના નામે શર્મનાક રેકોર્ડ, 3 ઓવરમાં લૂંટાવ્યા 52 રન
કિંગ્સ ઈલેવન પંજાબના બેટ્સમેન આઈપીએલ સીઝન 13માં ચર્ચામાં રહ્યા. સીઝનમાં અત્યાર સુધીમાં આ ટીમ તરફથી બે સદી ફટકારવામાં આવી છે. લીગના 9મા મુકાબલામાં પંજાબે 2 વિકેટ પર 223 રન બનાવ્યા હતા, પરંતુ છતાં રાજસ્થાન રોયલ્સ 3 બોલ બાકી રહેતાં મેચ જીતી ગયું. પંજાબે વિંડીઝના પેસર શેલ્ડન કોટ્રેલને આ સીઝન માટે 8 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. એવામાં ફ્રેંચાઈઝીએ તેના પર ઘણી ઉમ્મીદ રાખેલી છે, પરંતુ આ બોલર ટીમના ત્રીજા મેચમાં ભારે રન લૂંટાવતા જોવા મળ્યા.

3 ઓવરમાં 52 રન લૂંટાવ્યા
પંજાબની હારનું મુખ્ય કારણ શેલ્ડન કોટ્રેલ જ રહ્યા જેમની રાહુલ તેવતિયાએ ભારે ધોલાઈ કરી. હાલાત એવા આવી ગયા કે કેપ્ટન કેએલ રાહુલે તેની પાસે પૂરી 4 ઓવર પણ નહોતી કરાવી. શેલ્ડન કોટ્રેલે 3 ઓવરમાં જ 1 વિકેટ લઈ 52 રન લૂંટાવી લીધા. એટલું જ નહિ તેણે જ્યારે ઈનિંગની 18મી ઓવર ફેંકી તો 5 છગ્ગા ખાવા પડ્યા. રાજસ્થાનના બેટ્સમેન રાહુલ તેવતિયાએ શેલ્ડનની પહેલી 4 બોલ પર લગાતાર સિક્સર ફટકારી. જો કે પાંચમી બોલ ડૉટ બોલ રહી, પરંતુ તેવતિયાએ છેલ્લી બોલમાં ફરી છગ્ગો ફટકારી તેમની એક જ ઓવરમાં 30 રન લીધા.

શર્મનાક રેકોર્ડ બનાવ્યો
આની સાથે જ શેલ્ડને આઈપીએલ ઈતિહાસમાં એક શર્મનાક રેકોર્ડ બનાવી લીધો છે. જણાવી દએ કે તે એવા બોલરમાં સામેલ થઈ ગયો છે જેમણે એક ઓવરમાં 30 રન લૂંટાવ્યા હોય. શેલ્ડન પહેલાં ચેન્નઈ સુપર કિંગ્સના લુંગી નગિડીએ પણ આ સીઝનમાં રાજસ્થાન વિરુદ્ધ શારજાહમાં એક ઓવરમાં 30 રન લૂંટાવ્યા હતા. આ ઉપરાંત આ સીઝનમાં જ દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ કિંગ્સ ઈલેવન પંજાબના ક્રિસ જોર્ડન અને 2017માં રાઈઝિંગ પુણે સુપર જાયન્ટ્સના અશોક ડિંડાએ મુંબઈ વિરુદ્ધ એક ઓવરમાં 30 રન ખાધા હતા.

શેલ્ડનનું પ્રદર્શન
શેલ્ડનના કરિયરની આ પહેલી સીઝન છે. શેલ્ડને અત્યાર સુધી રમાયેલ 3 મેચમાં ફેંકેલી 60 બોલમાં 9.30ની ઈકોનોમી રેટથી 93 રન લૂંટાવી દીધા છે. જો કે તેમના નામે 5 વિકેટ પણ રહી.
- પહેલી મેચ- દિલ્હી વિરુદ્ધ 4 ઓવરમાં 24 રન આપી 2 વિકેટ ખેરવી
- બીજી મેચ- આરસીબી સામે 3 ઓવરમાં 17 રન આપી 2 વિકેટ ખેરવી
- ત્રીજી મેચ- રાજસ્થાન વિરુદ્ધ 3 ઓવરમાં 52 રન આપી 1 વિકેટ ખેરવી












Click it and Unblock the Notifications
