For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્ટાર સ્પોર્ટસે 900 કરોડમાં 9 કંપનીને વેચી જાહેરાતો, 3000 કરોડનો છે ટાર્ગેટ

આઈપીએલ ભારતની સૌથી હિટ ટી20 ટુર્નામેન્ટ છે. આઈપીએલમાં બોલીવુડ મૂવી પણ રિલીઝ કરતા ડરે એવી આ ટુર્નામેન્ટની લોકપ્રિયતા છે. એમાંય વેકેશનના કારણે આ લીગને જબરજસ્ત દર્શકો મળી રહે છે. ત્યારે આ સુપરહિટ ટુર્નામ

|
Google Oneindia Gujarati News

આઈપીએલ ભારતની સૌથી હિટ ટી20 ટુર્નામેન્ટ છે. આઈપીએલમાં બોલીવુડ મૂવી પણ રિલીઝ કરતા ડરે એવી આ ટુર્નામેન્ટની લોકપ્રિયતા છે. એમાંય વેકેશનના કારણે આ લીગને જબરજસ્ત દર્શકો મળી રહે છે. ત્યારે આ સુપરહિટ ટુર્નામેન્ટ દરમિયાન એડવર્ટાઈઝના ભાવ પણ જબરજસ્ત હોય છે. મળતી માહિતી પ્રમાણે પે ટેલિવિઝન બ્રોડકાસ્ટર કંપની સ્ટાર ઈન્ડિયાએ આઈપીએલ 2020 માટે 9 કંપનીઓને 900 કરોડ લઈને બ્રોડકાસ્ટિંગ સ્પોન્સર બનાવ્યા છે. સ્ટાર ઈન્ડિયાનો ટાર્ગેટ માર્ચના છેલ્લા અઠવાડિયા સુધી આ રકમને 3 ગણી કરવાની એટલે કે 3 હજાર કરોડ સુધી પહોંચાડવાની છે. જો આવું થશે તો કંપનીને ગત સિઝન કરતા 40 ટકા વધુ નફો થશે.

જે 9 કંપનીઓને સ્ટાર ઈન્ડિયાએ બ્રોડકાસ્ટિંગ સ્પોન્સર બનાવ્યા છે, તેમાં વીવો, કોકોકોલા ઈન્ડિયા, એમેઝોન, ફોન પે, ડ્રીમ 11 અને મારુતિ સુઝુકીનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે 2017માં સ્ટાર ઈન્ડિયાએ સોની પિક્ચર્સ નેટવર્કને પછાડીને 5 વર્ષ માટે BCCI પાસેથી બ્રોડકાસ્ટિંગ રાઈટ્સ ખરીદ્યા છે.

સતત વધી રહી છે સ્ટાર ઈન્ડિયાની નેટવર્થ

સતત વધી રહી છે સ્ટાર ઈન્ડિયાની નેટવર્થ

ઈકોનોમિક ટાઈમ્સના રિપોર્ટ પ્રમાણે સ્ટાર ઈન્ડિયાએ 2018માં જાહેરાતો દ્વારા 1750 કરોડનો વકરો કર્યો હતો, તો 2019માં આ રકમ 350 કરોડ વધઈને 2100 કરોડ થઈ હતી. સ્ટાર ઈન્ડિયાએ ઈન્ટરનેટ એટલે કે હોટસ્ટાર લાઈવ સ્ટ્રીમ જેવા માધ્યમથી પણ કમાણી કરી હતી.

10-15 સેકન્ડના સ્લોટ માટે કરે છે આટલો ચાર્જ

10-15 સેકન્ડના સ્લોટ માટે કરે છે આટલો ચાર્જ

મળતી માહિતી પ્રમાણે જો કોઈ કંપની એક દિવસ માટે સ્ટાર પર એડ આપવા ઈચ્છે તો આઈપીએલ સિઝનમાં 10 સેકન્ડના હિસાબે ચાર્જ લાગે છે. જો કોઈ કંપની પોતાની જાહેરાત આખી સિઝન આપવા ઈચ્છે તો 10થી 15 સેકન્ડનો ચાર્જ 12.5 લાખ રૂપિયા હોય છે.

આ ઉપરાંત સ્ટાર ઈન્ડિયા પોતાના કો પ્રેઝન્ટિંગ સ્પોન્સર પાસેથી 120થી 125 કરોડ રૂપિયા વસુલે છે. જો કોઈ કંપની સ્ટાર ઈન્ડિયાના સહયોગી પ્રાયોજક બનવા ઈચ્છે તો તેમણે 60થી 80 કરોડ ચૂકવવા પડે છે.

નાની કંપનીઓ માટે નવી સ્કીમ

નાની કંપનીઓ માટે નવી સ્કીમ

આ વખતે સ્ટાર નાની કંપનીઓની જાહેરતો માટે નવી સ્કીમ લાવ્યુ છે. જેમાં કોઈ પણ કંપની પોતાની જાહેરાત હોટસ્ટાર સ્ટ્રીમિંગ પર આપી શકે છે.

છેલ્લા બે વર્ષ રહ્યા શાનદાર

છેલ્લા બે વર્ષ રહ્યા શાનદાર

સ્ટાર સ્પોર્ટ્સના મુખ્ય બ્રોડકાસ્ટર કાર્યકારી અધિકારી ગૌતમ ઠાકુરે કહ્યું કે,'અમારા માટે આ આઈપીએલની ત્રીજી સિઝન છે. કમાણી અને દર્શકોની સતત વધતી સંખ્યા મુજબ છેલ્લા 2 વર્ષ સારા રહ્યા છે. અમે સતત શીખી રહ્યા છીએ. અને દર્શકોની સંખ્યા તેમજ આવક કેવી રીતે વધે તેના પર ધ્યાન આપી રહ્યા છીએ.'

29 માર્ચથી થશે આઈપીએલ 2020ની શરૂઆત

29 માર્ચથી થશે આઈપીએલ 2020ની શરૂઆત

આઈપીએલની 13મી સિઝન એટલે કે આઈપીએલ 2020ની શરૂઆત માર્ચ 29થી થશે. આઈપીએલની ટુર્નામેન્ટ 24 મે સુધી ચાલશે. પહેલી અને છેલ્લી મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. આઈપીએલની આ સિઝન તમે સ્ટાર સ્પોર્ટ પર હિંદી, ઈંગ્લિશ, તમિલ, કન્નડ અને બંગાળી ભાષામાં પણ જોઈ શક્શો.

આ પણ વાંચો: સીએએ: પોલીસે જામિયાના વિદ્યાર્થીઓની રેલી અટકાવી, પાછા ફરવાની કરી અપીલ

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
ipl 2020 star india charged these much for advertise in ipl
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X