For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સીએએ: પોલીસે જામિયાના વિદ્યાર્થીઓની રેલી અટકાવી, પાછા ફરવાની કરી અપીલ

દિલ્હીની જામિયા મીલીયા ઇસ્લામીયાથી રેલીની શરૂઆત થઈ હતી. થોડા અંતર બાદ પોલીસે રેલી રોકી હતી. જામિયા સંકલન સમિતિએ જામિયાથી સંસદ ભવન સુધી પદયાત્રા કાઢવા હાકલ કરી છે. બપોરે 1 વાગ્યાની આસપાસ વિદ્યાર્થીઓ અન

|
Google Oneindia Gujarati News

દિલ્હીની જામિયા મીલીયા ઇસ્લામીયાથી રેલીની શરૂઆત થઈ હતી. થોડા અંતર બાદ પોલીસે રેલી રોકી હતી. જામિયા સંકલન સમિતિએ જામિયાથી સંસદ ભવન સુધી પદયાત્રા કાઢવા હાકલ કરી છે. બપોરે 1 વાગ્યાની આસપાસ વિદ્યાર્થીઓ અને સમિતિના સભ્યોએ કૂચની શરૂઆત કરી હતી, જેને પોલીસે હોલી ફેમિલી હોસ્પિટલમ પાસે અટકાવી હતી. આ દરમિયાન પોલીસ અને વિરોધ કરનારાઓ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. વિરોધ કરનારાઓનું કહેવું છે કે તેમને સંસદમાં જવાની છૂટ હોવી જોઈએ, પરંતુ પોલીસ કહે છે કે મંજૂરી નથી.

CAA

જામિયા ઇસ્લામિયાના ચીફ પ્રોક્ટર વસીમ અહમદે વિદ્યાર્થીઓને પરત આવવા અપીલ કરી છે. અહેમદે કહ્યું છે કે પોલીસ અને વિદ્યાર્થીઓ બંનેને મારી અપીલ છે કે તે પરિસ્થિતિને બગડતા બચાવે. હું વિદ્યાર્થીઓને કેમ્પસમાં પાછા ફરવા વિનંતી કરું છું. સોમવારે, જામિયા કોઓર્ડિનેશન કમિટી (જેસીસી) એ નાગરિકતા સંશોધન કાયદા (સીએએ) અને રાષ્ટ્રીય સિવિલ રજિસ્ટર (એનઆરસી) ની વિરુધ્ધ જામિયા મિલિયા ઇસ્લામીયાના વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થી સંગઠનને બોલાવ્યા હતા.

જામિયા મીલીયા ઇસ્લામિયા 15 ડિસેમ્બરથી નાગરિકત્વ કાયદાના વિરોધમાં છે. આ સમય દરમિયાન વિદ્યાર્થીઓની કૂચને લઈને પોલીસ સાથે ઘર્ષણ પણ થયું છે. સોમવારે અન્ય કેટલાક સંગઠનો અને સામાન્ય લોકોએ સીએએ વિરુદ્ધ માંડી હાઉસથી સંસદ સુધી કૂચ કરવાની હાકલ કરી છે. લોકોએ મંડી હાઉસથી જંતરમંતર સુધી કૂચ કરી હતી, જ્યાં પોલીસે તેમને અટકાવ્યા હતા.

આ પણ વાંચો: ચૂંટણી પંચે લાલકૃષ્ણ અડવાણીનુ નામ વોટર લિસ્ટમાંથી હટાવ્યુ

English summary
CAA: Police halt rally of Jamia students, appeal to return
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X