For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL 2020: આ છે 4 ટીમો જેમની પાસે છે સુપર ઓવરના બેસ્ટ બોલર્સ

ક્રિકેટમાં હંમેશા બેટ્સમેનોનો રોલ મહત્વનો મનાયો છે. અને મોટા ભાગના કિસ્સાઓમાં આ વાત સાચી સાબિત થઈ છે. પરંતુ મેચમાં બોલર્સનો રોલ પણ અગત્યનો હોય છે.

|
Google Oneindia Gujarati News

ક્રિકેટમાં હંમેશા બેટ્સમેનોનો રોલ મહત્વનો મનાયો છે. અને મોટા ભાગના કિસ્સાઓમાં આ વાત સાચી સાબિત થઈ છે. પરંતુ મેચમાં બોલર્સનો રોલ પણ અગત્યનો હોય છે. સુપર ઓવરની વાત કરીએ તો બેટ્સમેન સારો સ્કોર બનાવીને સામેવાળી ટીમને પ્રેશમાં રાખવાનો પ્રયત્ન કરે છે. પરંતુ બોલર્સ જ બેટ્સમેનને નિયંત્રણમાં રાખીને જીત સુધી પહોંચાડી શકે છે. સુપર ઓવરમાં બોલર્સનો રોલ વધુ મહત્વનો બની જાય છે. બેટ્સમેન સુપર ઓવરમાં સારો સ્કોર બનાવી શકે છે, તો બોલર્સના પ્રદર્શનથી હાર જીત નક્કી થતી હોય છે. દરેક ટીમ પાસે સુપર ઓવર માટે સારા બોલર્સ હોવા જરૂરી છે. આઈપીએલ 2020માં ચાર ટીમો એવી છે, જેની પાસે સુપર ઓવર માટે બેસ્ટ બોલર્સ છે.

1. મુંબઈ ઈન્ડિયન્સ (જસપ્રીત બુમરાહ)

1. મુંબઈ ઈન્ડિયન્સ (જસપ્રીત બુમરાહ)

મુંબઈ ઈન્ડિયન્સ પાસે વિશ્વના બેસ્ટ બોલર્સ જસપ્રીત બુમરાહ છે. જે સુપર ઓવર માટે મુંબઈની પહેલી પસંદ હશે. 26 વર્ષના બુમરાહે 2017માં ગુજરાત લાયન્સ માટે સુપર ઓવર નાખી હતી. જેમાં તેમણે 11 રન બચાવતા માત્ર 6 રન જ આપ્યા હતા. મુંબઈ પાસે અન્ય વિકલ્પ તરીકે ટ્રેન્ટ બોલ્ટ અને લસિથ મલિંગા પણ છે. શ્રીલંકાના અનુભવી બોલર મલિંગાએ આઈપીએલ 2019ના ફાઈનલ મુકાબલામાં શાનદાર બોલિંગ કરી હતી.

2. રાજસ્થાન રોયલ્સ (જોફ્રા આર્ચર)

2. રાજસ્થાન રોયલ્સ (જોફ્રા આર્ચર)

રાજસ્થાન રોયલ્સે જોફ્રા આર્ચરને 2018ની હરાજીમાં ખરીદ્યા હતા. તે સમયે જોફ્રા સામાન્ય બોલર હતા, પરંતુ આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરીને તેમણે ફેન્સને પોતાના કરી લીધા. આ વખતે રાજસ્થાન પાસે સુપર ઓવર માટે જોફ્રા પહેલી પસંદગી છે. જોફ્રા ફાસ્ટ યોર્કર્સ નાખવામાં માહિર છે. આ ઉપરાંત રાજસ્થાન પાસે એડ્રુયુ ટાય તરીકે પણ એક વિકલ્પ છે. સુપર ઓવરમાં સ્લો બોલ્સથી તે બેટ્સમેનોને પરેશાન કરી શકે છે.

3. કિંગ્સ ઈલેવન પંજાબ (મોહમ્મદ શમી)

3. કિંગ્સ ઈલેવન પંજાબ (મોહમ્મદ શમી)

મોહમ્મદ શમી છેલ્લા કેટલાક સમયથી એક શાનદાર બોલર સાબિત થઈ રહ્યા છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તે પોતાનો કમાલ બતાવી ચૂક્યા છે. અને હાલ શમી સારા ફોર્મમાં છે. જેનો ફાયદો કિંગ્સ ઈલેવન પંજાબને મળી શકે છે. ગત સિઝનમાં શમીએ પંજાબ તરફથી સૌથી વધુ વિકેટ ઝડપી હતી. શમી યોર્કસ નાખવામાં માહિર છે, જેના કારણએ તે સુપર ઓવરમાં મુસીબત સર્જી શકે છે. આ ઉપરાંત પંજાબ પાસે શેલ્ડન કોટ્રેલ અને ક્રિસ જોર્ડન પણ છે.

4. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (ડેલ સ્ટેન)

4. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (ડેલ સ્ટેન)

સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર ડેલ સ્ટેન બેંગ્લોર માટે સુપર ઓવરમાં બોલિંગ કરી શકે છે. સ્ટેન શરૂઆતમાં અને આખરી ઓવર્સમાં બોલિંગ કરે છે. આ ઉપરાંત નવદીપ સી પણ બેંગ્લોર માટે વિકલ્પ બની શકે છે. આ ઉપરાંત ક્રિસ મોરિસ અને રિચર્ડસન પણ સુપર ઓવરમાં બોલિંગ કરી શકે છે. નવદીપ સૈની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સારુ પ્રદર્શન કરી રહ્યા છે. તેમનું પ્રદર્શન જોતા વિરાટ ડેલ સ્ટેનની ગેરહાજરીમાં સુપર ઓવરની જવાબદારી સૈનીને સોંપી શકે છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
ipl 2020 these four teams has best bowlers for super over
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X