RCB vs CSK: ચેન્નાઇ સુપર કિંગ્સે જીત્યો ટોસ, RCBને બેટીંગ માટે આપ્યુ આમંત્રણ
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022 ની 49મી મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાવાની છે. ચેન્નાઇએ ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બેંગલોર
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022 ની 49મી મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાવાની છે. ચેન્નાઇએ ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બેંગલોર પ્રથમ બેટીંગ કરી મોટુ ટાર્ગેટ ઉભુ કરવાની કોશિશ કરશે. આ મેચ મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડીયમમાં રમાશે.

IPL 2022માં બેંગ્લોર અને ચેન્નાઈની ફ્રેન્ચાઈઝી બીજી વખત આમને-સામને છે. 12 એપ્રિલે રમાયેલી પ્રથમ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 23 રનથી હરાવ્યું હતું. IPL 2022માં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે પણ તે પ્રથમ જીત હતી.
RCBને તેની છેલ્લી 3 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. તે જ સમયે, ચેન્નાઈ સુપર કિંગ્સે તેની છેલ્લી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદને 13 રને હરાવ્યું હતું. રવીન્દ્ર જાડેજા બાદ બાગડોર મેળવ્યા બાદ મહેન્દ્ર સિંહ ધોનીની આ પ્રથમ મેચ હતી. આવી સ્થિતિમાં ધોની પોતાના નેતૃત્વમાં ટીમની જીતનો સિલસિલો જાળવી રાખવા માંગશે. તે જ સમયે, RCB જીતના ટ્રેક પર પાછા ફરવાનો પ્રયાસ કરશે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની પ્લેઈંગ ઈલેવન: વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ (સી), રજત પાટીદાર, ગ્લેન મેક્સવેલ, દિનેશ કાર્તિક (વિકેટમાં), મહિપાલ લોમરોર, શાહબાઝ અહેમદ, વાનિન્દુ હસરંગા, હર્ષલ પટેલ, જોશ હેઝલવુડ, મોહમ્મદ સિરાજ.
ચેન્નાઈ સુપર કિંગ્સની પ્લેઈંગ ઈલેવન: ઋતુરાજ ગાયકવાડ, રોબિન ઉથપ્પા, ડેવોન કોન્વે, અંબાતી રાયડુ, સિમરજીત સિંહ, રવિન્દ્ર જાડેજા, મહેન્દ્ર સિંહ ધોની (કેપ્ટન અને વિકેટકીપર), ડ્વેન પ્રિટોરિયસ, મહેશ થિક્ષના, મુકેશ ચૌધરી, મોઇન અલી












Click it and Unblock the Notifications
