IPL 2022 : દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ IPLની નવી ટીમ માટે બોલી લગાવવા તૈયાર
આઈપીએલ 2022થી બે નવી ટીમ જોવા મળશે. અનુભવી સેલિબ્રિટીઓની નજર તેના પર છે. માન્ચેસ્ટર યુનાઇટે પણ નવી ટીમમાં રસ દાખવ્યો છે.
IPL 2022 : આઈપીએલ 2022થી બે નવી ટીમ જોવા મળશે. અનુભવી સેલિબ્રિટીઓની નજર તેના પર છે. માન્ચેસ્ટર યુનાઇટે પણ નવી ટીમમાં રસ દાખવ્યો છે. હવે જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, બોલિવૂડ સુપરસ્ટાર રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ આગામી સિઝન માટે આઈપીએલની બે નવી ટીમોમાંથી એક માટે બોલી લગાવવા માટે તૈયાર છે. બીસીસીઆઈ 25 ઓક્ટોબરના રોજ દુબઈમાં યોજાનારી બિડિંગ પ્રક્રિયાથી બહોળી આવકની ખાતરી છે. વિશ્વભરની ઘણી કંપનીઓ સ્ટાર-સ્ટડેડ બિડિંગ પ્રક્રિયામાં ભાગ લેતી હોવાનું કહેવાય છે.

ICC બોર્ડે બિડર્સ માટે સમય મર્યાદા બુધવાર, 20 ઓક્ટોબર સુધી વધારી
આઈપીએલમાં ભારતીય ફિલ્મ ઉદ્યોગના સ્ટાર્સની હાજરી પહેલાથી જ જોવા મળી છે. પ્રીતિ ઝિન્ટા અને શાહરૂખ ખાન 2008માં આઈપીએલની શરૂઆતથી પંજાબ કિંગ્સઅને કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે સંકળાયેલા છે અને તે સફળ પણ રહ્યા છે.
દીપિકા અને રણવીર પતિ-પત્ની છે અને દીપિકા સ્પોર્ટ્સ બેકગ્રાઉન્ડ ધરાવે છે અને તેના પિતા પ્રકાશ પાદુકોણ ભૂતપૂર્વ ઓલ ઈંગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પિયન છે.
બીજીતરફ રણવીર લોકપ્રિય બાસ્કેટબોલ લીગ NBAના બ્રાન્ડ એમ્બેસેડર છે. તે ઇપીએલ ટીમ સાથે પણ સંકળાયેલા છે. જો આ પાવર કપલ આઈપીએલમાં શેરહોલ્ડર બનેતો આશ્ચર્યજનક વાત ન હોવી જોઈએ.
આ અગાઉ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે બિડર્સ માટે સમય મર્યાદા બુધવાર, 20 ઓક્ટોબર સુધી વધારી હતી.આઉટલૂક રિપોર્ટ મુજબ, સુત્રોએ જણાવ્યું છે કે, BCCI ભારતીય ખરીદદારોને પસંદ કરશે, પરંતુ પાવર સમીકરણ નાટકીય રીતે સ્ક્રિપ્ટ બદલી શકે છે.
દુબઈઆંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી 20 વર્લ્ડ કપ 2021 મેચના એક દિવસ બાદ બોલીના પરિણામો જાહેર કરવામાં આવશે.

છ શહેરોને શોર્ટલિસ્ટ કર્યા છ શહેરોને શોર્ટલિસ્ટ કર્યા
આ અગાઉ BCCI એ IPL 2022 માં બે નવી ફ્રેન્ચાઇઝીઓ માટે ધર્મશાળા, ગુવાહાટી, રાંચી, લખનઉ, અમદાવાદ અને કટક નામના છ શહેરોને શોર્ટલિસ્ટ કર્યા હતા.
2010 માં BCCI એ IPL વિસ્તરણ પ્રક્રિયાના ભાગરૂપે કોચી ટસ્કર્સ કેરળ અને પૂણે વોરિયર્સ ઇન્ડિયા રજૂ કર્યા હતા.

આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ સૌથી સફળ ટીમ
આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ સૌથી સફળ ટીમ રહી છે, જેણે પાંચ વખત ચેમ્પિયનશિપ જીતી છે.
એમએસ ધોનીની ચૈન્નાઈ સુપર કિંગ્સ ચાર ટાઇટલ સાથે બીજા સ્થાને છે.












Click it and Unblock the Notifications
