Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

IPL 2022 Mega Auction : આ 3 ટીમની નજર રહેશે એસ શ્રીસંત પર! લાગી શકે છે ઊંચી બોલી

IPL 2022 મેગા ઓક્શન ભારતીય દિગ્ગજ એસ શ્રીસંત માટે નસીબની ચાવી સાબિત થઈ શકે છે. કારણ કે, તે લાંબા સમયથી આ ટી20 લીગમાં વાપસી કરવા આતુર છે.

IPL 2022 Mega Auction : IPL 2022 મેગા ઓક્શન ભારતીય દિગ્ગજ એસ શ્રીસંત માટે નસીબની ચાવી સાબિત થઈ શકે છે. કારણ કે, તે લાંબા સમયથી આ ટી20 લીગમાં વાપસી કરવા આતુર છે.

શ્રીસંતની નજર આ 3 ટીમ પર રહેશે

શ્રીસંતની નજર આ 3 ટીમ પર રહેશે

એસ શ્રીસંતે IPL 2022 Mega Auction પૂલમાં પ્રવેશવા માટે પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને તેની બેઝ પ્રાઇઝ 50 લાખ રૂપિયા રાખવામાં આવી છે.

ગયાવર્ષે પણ તેઓએ પ્રયાસ કર્યો હતો, પરંતુ પછી ખરીદદારો મળી શક્યા ન હતા. સ્પોટ ફિક્સિંગના આરોપોને પગલે શ્રીસંત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ તેનીપુનરાગમનની આશાઓ હજૂ પણ જીવંત છે.

આ વર્ષે મોટા સ્તરે હરાજી ચાલી રહી છે, તેથી એવી અપેક્ષા છે કે, 3 ટીમ ચોક્કસપણે શ્રીસંત પર દાવ લગાવશે.

પંજાબ કિંગ્સ

પંજાબ કિંગ્સ

72 કરોડ રૂપિયા સાથે પ્રીતિ ઝિન્ટાની ટીમ પંજાબ કિંગ્સ પાસે સૌથી મોટા પર્સનું કદ છે, તેથી તે વધુને વધુ ખેલાડીઓને સમાવી શકે છે, એસ શ્રીસંત પણ તેમાંથી એકબની શકે છે.

પંજાબ હંમેશા શ્રેષ્ઠ ઝડપી બોલરોની શોધમાં રહે છે. શક્ય છે કે, આ ફ્રેન્ચાઇઝી શ્રીસંતને શામેલ કરીને પ્રથમ વખત IPL ટાઇટલ જીતવાની આશા રાખેછે.

ચેન્નાઈ સુપર કિંગ્સ

ચેન્નાઈ સુપર કિંગ્સ

ચેન્નાઈ સુપર કિંગ્સની સૌથી ખાસ વાત એ છે કે, આ ટીમમાં જૂના અને અનુભવી ખેલાડીઓને તક આપવામાં આવી છે. આવી સ્થિતિમાં એસ શ્રીસંત આ ફ્રેન્ચાઇઝી માટેઘણી આશાઓ રાખી રહ્યો છે.

'યલો આર્મી'ના કેપ્ટન એમએસ ધોની સાથે 38 વર્ષીય ખેલાડીના સંબંધો સારા રહ્યા છે. જો માહી ઈચ્છે તો શ્રીસંતની આઈપીએલમાંવાપસીના દરવાજા ખૂલી શકે છે.

લખનઉ સુપર જાયન્ટ્સ

લખનઉ સુપર જાયન્ટ્સ

IPL 2022ની નવી ટીમ લખનઉ સુપરજાયન્ટ્સને એક અનુભવી ફાસ્ટ બોલરની જરૂર છે, આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા માટે ઘણી મેચ રમી ચૂકેલા એસ શ્રીસંતને આફ્રેન્ચાઈઝીમાં તક મળી શકે છે.

આ ઉપરાંત જો આ ખેલાડીને લઈને કેટલીક ટીમોમાં બિડિંગ યુદ્ધ ફાટી નીકળે છે, તો કિંમત ખૂબ જ વધી શકે છે. હવે જોવાનું એ રહેશે કેશ્રીસંતનું નસીબ કેટલો સાથ આપે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X