IPL 2022: મુંબઇની લગાતાર ત્રીજી હાર, આ ખેલાડીએ કોલકાતાને જીતાડી દીધી મેચ
IPL 2022 ની 14મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ KKRનો સામનો કરી રહી છે. પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ હજુ પણ પોતાની પ્રથમ જીતની રાહ જોઈ રહી છે. બીજી તરફ KKRની ટીમ 3માંથી 2 મેચ જીતીને સારી સ્થિતિમાં છે. આ મેચમાં ટોસ જીત્યા બાદ KKRએ પ
IPL 2022 ની 14મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ KKRનો સામનો કરી રહી છે. પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ હજુ પણ પોતાની પ્રથમ જીતની રાહ જોઈ રહી છે. બીજી તરફ KKRની ટીમ 3માંથી 2 મેચ જીતીને સારી સ્થિતિમાં છે. આ મેચમાં ટોસ જીત્યા બાદ KKRએ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મુંબઈની ટીમ 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 161 રન જ બનાવી શકી હતી. જેના જવાબમાં કોલકાતાએ માત્ર 16 ઓવરમાં 162 રન બનાવી જીત મેળવી લીધી હતી.

ઉલ્લેખનિય છેકે ટાર્ગેટ ચેઝ કરતા કોલકાતાએ શરૂઆતમાં રહાણે અને શ્રેયસ ઐયરની વિકેટ ગુમાવી અપસેટ સર્જ્યો હતો. જે બાદ વેંકટેશ ઐયરે બાજી સંભાળી હતી. વેંકટેશ ઐયરે 41 બોલમાં 50 રન ફટકાર્યા હતા. આ સાથે પેટ કમિંસે માત્ર 15 બોલમાં 56 રન બનાવી કોલકાતાને 16 ઓવરમાં 5 વિકેટના નુકસાને જીત અપાવી હતી.












Click it and Unblock the Notifications
