For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL 2022 SRH vs RCB: હૈદરાબાદે માત્ર 8 ઓવરમાં મેળવી જીત, 23 એપ્રિલે RCBના નામે બન્યા આ 3 રેકોર્ડ

સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન કેન વિલિયમસને શનિવારે બ્રેબોર્ન સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી બેંગ્લોરની ટીમ 16.1 ઓવરમાં 10 વિકેટના નુકસાને 68 ર

|
Google Oneindia Gujarati News

સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન કેન વિલિયમસને શનિવારે બ્રેબોર્ન સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી બેંગ્લોરની ટીમ 16.1 ઓવરમાં 10 વિકેટના નુકસાને 68 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આઈપીએલમાં ટીમનો આ બીજો સૌથી ઓછો સ્કોર છે. 69 રનના ટાર્ગેટનો પીછો કરતા સનરાઈઝર્સ હૈદરાબાદે 8 ઓવરમાં 72 રન બનાવીને 9 વિકેટે મેચ જીતી લીધી હતી. હૈદરાબાદ તરફથી અભિષેક શર્માએ સૌથી વધુ 47 રન બનાવ્યા હતા.

IPL 2022

આ સાથે રોયલ ચેલેંજર્સ બેંગલોર માટે 23 તારીખ મહત્વની બની રહી છે. 23 એપ્રીલ 2013માં બેંગલોરે આઇપીએલ ઇતિહાસના સૌથી વધુ 263 રનનો સ્કોર બનાવ્યો હતો. ઉપરાંત 2017માં 23 એપ્રીલે આઇપીએલ ઇતિહાસનો સૌથી ઓછો 49 રનનો સ્કોર કર્યો હતો. હવે 2022માં પણ બેંગલોરે 23 તારીખે શરમજનક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આજે આઇપીએલ 2022નો સૌથી ઓછો સ્કોર બનાવ્યો છે.

બેંગ્લોરની શરૂઆત ખરાબ રહી હતી. ટીમે બીજી ઓવરમાં જ પોતાની ત્રણ વિકેટ ગુમાવી દીધી છે. અનુજ રાવત અને વિરાટ કોહલી ખાતુ ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યા છે. ફાફ 5 રન બનાવીને આઉટ થયો હતો. માર્કો જેન્સને આ ત્રણેય વિકેટ એક જ ઓવરમાં લીધી હતી. ગ્લેન મેક્સવેલ 11 બોલમાં 12 રન બનાવીને આઉટ થયો હતો. પ્રભુદેસાઈ 15, શાહબાઝ 7 રન બનાવીને આઉટ થયા હતા. દિનેશ કાર્તિ ખાતું ખોલાવ્યા વિના 3 બોલ રમીને પેવેલિયન પરત ફર્યો હતો. હર્ષલે 4 રન બનાવ્યા હતા. સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી માર્કો અને નટરાજને 3-3 વિકેટ લીધી હતી.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IPL 2022: RCB Lost, SRH Easy Win in Only 8 over
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X