RCB vs CSK: મહેશ તિક્ષણાએ એક જ ઓવરમાં લીધી 3 વિકેટ, RCBએ આપ્યુ 174 રનનુ લક્ષ્ય

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022 ની 49મી મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાવાની છે. ચેન્નાઇએ ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બેંગલોર

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022 ની 49મી મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાવાની છે. ચેન્નાઇએ ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બેંગલોર પ્રથમ બેટીંગ કરી 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 173 રન બનાવ્યા હતા. ચેન્નાઇએ જીતવા માટે 174 રન બનાવવાના રહેશે.

IPL 2022

બેંગલોર તરફથી બેટીંગ કરતા મહિપાલ લોમોરે 27 બોલમાં 42 રન, વિરાટ કોહલીએ 33 બોલમાં 30 રન, તથા કેપ્ટન ફાફ ડુ પ્લેસીસે 22 બોલમાં 38 રન બનાવ્યા હતા. ચેન્નાઇની બોલિંગની વાત કરીયે તો મહેશ તિક્ષણાએ 3 વિકેટ, મોઇન અલીએ 2 વિકેટ તથા પિટ્રોરીયસે 1 વિકેટ ઝડપી હતી.

IPL 2022માં બેંગ્લોર અને ચેન્નાઈની ફ્રેન્ચાઈઝી બીજી વખત આમને-સામને છે. 12 એપ્રિલે રમાયેલી પ્રથમ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 23 રનથી હરાવ્યું હતું. IPL 2022માં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે પણ તે પ્રથમ જીત હતી.

RCBને તેની છેલ્લી 3 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. તે જ સમયે, ચેન્નાઈ સુપર કિંગ્સે તેની છેલ્લી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદને 13 રને હરાવ્યું હતું. રવીન્દ્ર જાડેજા બાદ બાગડોર મેળવ્યા બાદ મહેન્દ્ર સિંહ ધોનીની આ પ્રથમ મેચ હતી. આવી સ્થિતિમાં ધોની પોતાના નેતૃત્વમાં ટીમની જીતનો સિલસિલો જાળવી રાખવા માંગશે. તે જ સમયે, RCB જીતના ટ્રેક પર પાછા ફરવાનો પ્રયાસ કરશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X