For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL 2022 : પહેલા અચાનક છોડી દીધી કેપ્ટન્સી, ધોનીએ સંકટમાં ફરી કમાન સંભાળી

ઈન્ડિયન પ્રીમિયર લીગના ચાહકોને શનિવારના રોજ ચોંકાવનારો નિર્ણય સાંભળવા મળ્યો હતો. મહેન્દ્ર સિંહ ધોની ફરી એકવાર ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન બન્યો છે.

|
Google Oneindia Gujarati News

IPL 2022 : ઈન્ડિયન પ્રીમિયર લીગના ચાહકોને શનિવારના રોજ ચોંકાવનારો નિર્ણય સાંભળવા મળ્યો હતો. મહેન્દ્ર સિંહ ધોની ફરી એકવાર ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન બન્યો છે. 37 દિવસની અંદર રવિન્દ્ર જાડેજાએ CSK ની કેપ્ટન્સી છોડી દીધી અને ફરીથી પોતાની રમત પર ધ્યાન કેન્દ્રિત કરવાનો નિર્ણય કર્યો હતો.

dhoni

ઈન્ડિયન પ્રીમિયર લીગના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે, જ્યારે કોઈ ખેલાડીએ પહેલા સુકાનીપદ છોડી દીધું હોય અને પછી થોડા દિવસો બાદ ફરીથી કમાન સંભાળી હોય. 26 માર્ચના રોજ IPL 2022 શરૂ થવાના માત્ર બે દિવસ પહેલા, એમએસ ધોનીએ CSKની કેપ્ટન્સી છોડી દેવાનો નિર્ણય લીધો હતો.

આ નિર્ણયથી દરેકને આશ્ચર્ય થયું, પરંતુ એમએસ ધોનીએ નિર્ણય લીધો અને ચેન્નાઈ સુપર કિંગ્સના મેનેજમેન્ટે નિર્ણયને મંજૂરી આપી હતી. એમએસ ધોનીએ રવિન્દ્ર જાડેજાને તેમના અનુગામી તરીકે પસંદ કર્યા હતા, પરંતુ તે અપેક્ષા મુજબ ખરો ઉતર્યો હતો નહીં. CSK આ સિઝનની તેમની પ્રથમ 8 મેચમાંથી 6 હારી છે.

આવી સ્થિતિમાં જ્યારે રવીન્દ્ર જાડેજા પર ફોર્મનું દબાણ આવ્યું, ત્યારે તેણે કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય લીધો હતો. 30 એપ્રીલના રોજ, ચેન્નાઈ સુપર કિંગ્સે સત્તાવાર જાહેરાત કરી કે, મહેન્દ્ર સિંહ ધોની ફરીથી ટીમની કમાન સંભાળશે. જો IPL 2022 પર નજર કરીએ તો આવું ઘણી વખત બન્યું છે, જ્યારે કોઈ કેપ્ટને ટૂર્નામેન્ટની વચ્ચે જ કેપ્ટન્સી છોડવી પડી હોય. કેવિન પીટરસન, કુમાર સંગાકારા, રિકી પોન્ટિંગ, ડેનિયલ વેટોરી, એડમ ગિલક્રિસ્ટ, ગૌતમ ગંભીર, અજિંક્ય રહાણે, ડેવિડ વોર્નર સહિત ઘણા એવા ખેલાડીઓ છે, જેમને ટૂર્નામેન્ટની વચ્ચે જ હટી જવું પડ્યું હતું.

આઈપીએલ ઈતિહાસમાં કેપ્ટન તરીકે એમએસ ધોની :

  • મેચ - 204
  • જીત - 121
  • હાર - 82
  • નો રેસ્ટ - 1
  • જીતની ટકાવારી - 59.60
  • 4 વખત IPL વિજેતા કેપ્ટન
  • 2 વખત CL T20 વિજેતા કેપ્ટન

એક મહાન ઓલરાઉન્ડર છે જાડેજા

રવિન્દ્ર જાડેજા ખૂબ સારા ફોર્મમાં ચાલી રહ્યો છે. જાડેજા બોલની સાથે સાથે બેટમાં પણ યોગદાન આપવામાં નિષ્ણાત ખેલાડી છે. છેલ્લી ઘણી સિઝનમાં, તે ચેન્નાઈ માટેસૌથી મોટા મેચ વિનર તરીકે ઉભરી આવ્યો છે. જ્યારે પણ કેપ્ટન ધોનીને વિકેટની જરૂર પડતી ત્યારે તે જાડેજાનો નંબર ફેરવતો હતો.

IPL 2021માં RCB સામેનીમેચમાં રવિન્દ્ર જાડેજાએ એક ઓવરમાં 5 સિક્સર ફટકારી હતી. તેના સ્પિનના જાદુથી કોઈ બચ્યું નથી. તે કોઈપણ પીચ પર વિકેટ લઈ શકે છે. તેની ચાર ઓવર રમવીકોઈપણ વિરોધી ટીમ માટે સરળ નથી.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IPL 2022 : Suddenly left the captaincy, Dhoni led the team in times of crisis.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X