Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

IPL 2023 CSK vs GT: શું ધોની રમશે આજની મેચ? કેપ્ટનની ફિટનેસ પર સીએસકેના CEOએ આપી મોટી અપડેટ

dhoni

IPL 2023 CSK vs GT: આઈપીએલ 2023ની 16મી સિઝન આજે ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શરુ થવા જઈ રહી છે. આ મેચ પહેલા સીએસકેના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની ફિટનેસને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે, જે મુજબ કેપ્ટનને ડાબા ઘૂંટણમાં થોડી ઈજા છે અને તે શુક્રવારે પ્રથમ મેચમાં રમી શકશે નહીં. જોકે, ટીમના સીઈઓએ આવી કોઈ શક્યતાને નકારી કાઢી છે.

ભારતના ભૂતપૂર્વ સુકાની 41 વર્ષીય ધોનીને ચેન્નાઈમાં પ્રશિક્ષણ સત્ર દરમિયાન તેના ડાબા ઘૂંટણમાં ઈજા થઈ હોવાના અહેવાલ છે અને મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુરુવારે સીએસકેની નેટ્સ દરમિયાન તેણે બેટિંગ કરી ન હતી. એવી અટકળો ચાલી રહી હતી કે સીએસકે ટીમમાં ધોની અને વિકેટકીપરના મહત્વને જોતા કેપ્ટનને પ્રથમ મેચમાં આરામ આપવામાં આવશે અને તે આગામી મેચમાં ફિટ થઈ જશે. પરંતુ જ્યારે સીએસકેના સીઈઓ કાશી વિશ્વનાથનને પૂછવામાં આવ્યુ ત્યારે તેમણે પીટીઆઈને કહ્યુ, 'જ્યાં સુધી મને ખબર છે કે કેપ્ટન 100 ટકા રમી રહ્યો છે. હું આગળની કોઈપણ અફડેટથી વાકેફ નથી.'

તમને જણાવી દઈએ કે જો ધોની ન રમે તો સીએસકે પાસે બેકઅપ વિકેટકીપર નથી. આ સ્થિતિમાં, તેણે કિવી ઓપનર ડેવોન કોનવે અથવા મિડલ ઓર્ડર બેટ્સમેન અંબાતી રાયડુને કીપિંગ કરવાનુ કહેવુ પડી શકે છે. ધોની સિઝન પહેલા ઘણી પ્રેક્ટિસ કરે છે પરંતુ જ્યારે ટૂર્નામેન્ટ શરૂ થાય છે ત્યારે તે સામાન્ય રીતે વધારે પ્રેક્ટિસ કરતો નથી. તેઓ મેચ માટે તેમની એનર્જી બચાવે છે.

જો કે ચિંતાનો વિષય ધોનીની ઉંમરની છે જે દરેક વીતતા વર્ષ સાથે ઘટવાની નથી. આ ઉંમરે, કોઈપણ ઈજા વધવા અને ગંભીર બનવામાં લાંબો સમય લાગતો નથી, જ્યારે તેને સાજા થવામાં સામાન્ય કરતાં વધુ સમય લાગે છે. આ વખતે ટીમે પણ ઘણો પ્રવાસ કરવાનો છે. તેથી સંભવ છે કે ધોની વધુ જોખમ લેવા માંગતો નથી કારણ કે સીએસકેને તેની છેલ્લી 6માંથી 4 મેચ ઘરઆંગણે રમવાની છે. જો કે, ધોની મેચ મિસ કરવા માટે જાણીતો નથી, તેથી કદાચ સીઈઓની ટિપ્પણી ધોની વિશે આ જાણીને આવી હોય.

1
57055
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X