IPL 2023: કોન્વે - દુબેએ બેંગલોરના બોલરોની કરી ધોલાઇ, ચેન્નાઇએ બનાવ્યા 226 રન
IPLમાં આજે કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે હાઈ-વોલ્ટેજ મુકાબલો થઈ રહ્યો છે. બેંગલોરના કેપ્ટન ફાફ ડુપ્લેસિસે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ હાઇ વોલ્ટેજ મુકાબલામાં ચેન્નાઇ સુપર કિંગ્સે પ્રથમ બેટીંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 226 રન બનાવ્યા હતા. બેંગલોરને જીતવા માટે 227 રનનુ લક્ષ્ય મળ્યુ હતુ.

ચેન્નાઇ તરફથી બેટીંગ કરતા ઋતુરાજ ગાયકવાડે શરૂઆતમાં વિકેટ ગુમાવી દીધી હતી. જે બાદ ડ્વેન કોન્વેએ બાજી સંભાળી હતી. કોન્વેએ 45 બોલમાં 6 સિક્સ અને 6 ફોરની મદદથી 83 રન બનાવ્યા હતા. આ ઉપરાંત અજિંક્ય રહાણેએ 37 રન તથા શિવમ દુબેએ 27 બોલમાં 52 રન બનાવ્યા હતા.
આ મેચ બંને પક્ષો માટે મહત્વપૂર્ણ છે, કારણ કે જે પણ જીતશે તે ટોપ-4માં પહોંચી જશે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 31 મેચ રમાઈ છે, જેમાં ચેન્નાઈ સુપર કિંગ્સે 20 મેચ જીતી છે, જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે માત્ર 10 મેચ જીતી છે. જોકે એક મેચનું પરિણામ આવ્યું ન હતું.
CSKના કેપ્ટન તરીકે ધોનીએ 200 માંથી 120 મેચ જીતી છે અને 79માં હારનો સામનો કરવો પડ્યો છે. આ આંકડા સાથે તે IPLના ઈતિહાસમાં આ સિદ્ધિ મેળવનાર પ્રથમ ખેલાડી છે. આવી સ્થિતિમાં પૂર્વ ભારતીય કેપ્ટન ગાવસ્કરે કહ્યું, 'ચેન્નઈ સુપર કિંગ્સ મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી કેવી રીતે બહાર નીકળવું તે જાણે છે.
આરસીબી પ્લેઈંગ ઈલેવન: વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ (સી), મહિપાલ લોમર, ગ્લેન મેક્સવેલ, શાહબાઝ અહેમદ, દિનેશ કાર્તિક (ડબ્લ્યુ), હર્ષલ પટેલ, વાનિંદુ હસરંગા, વેઈન પાર્નેલ, વિજયકુમાર વૈશાક, મોહમ્મદ સિરાજ.
ચેન્નાઈ સુપર કિંગ્સ પ્લેઈંગ ઈલેવન: ડેવોન કોનવે, રુતુરાજ ગાયકવાડ, અજિંક્ય રહાણે, મોઈન અલી, અંબાતી રાયડુ, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (કેપ્ટન), મતિશા પથિરાના, તુષાર દેશપાંડે, મહેશ તિક્ષણા.












Click it and Unblock the Notifications
