IPL 2023 DC vs KKR: વરસાદના કારણે ટોસમાં વિલંબ, થોડીવારમાં થઇ શકે છે ટોસ
IPL 2023ની 28મેચ દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ (DC vs KKR) વચ્ચે રમાવા જઇ રહી છે. બંને ટીમો દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં સામસામે ટકરાશે. વરસાદના કારણે ટોસમાં વિલંબ થયો હતો. હવે 7:30 વાગ્યે મેદાનનુ ઇન્સપેક્શન કરાયા બાદ ટોસ કરવામાં આવી શકે છે.

અરુણ જેટલી સ્ટેડિયમની પીચની વાત કરીએ તો અહીં પ્રથમ બેટિંગ કરનારી ટીમ સારો સ્કોર બનાવે છે. જેમ જેમ બેટ્સમેન પીચ પર સમય પસાર કરવાનું શરૂ કરે છે, તેમ બોલરોને પણ અહીં ઘણી મદદ મળે છે. આ મેદાન પર છેલ્લી મેચ દિલ્હી અને મુંબઈ વચ્ચે રમાઈ હતી, આ મેચમાં મુંબઈએ દિલ્હીને ઓલઆઉટ કરવા માટે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. જો કે વરસાદ બાદ પીચ ધીમી થવાની ધારણા છે.












Click it and Unblock the Notifications
