IPL 2023 PBKS vs DC: પ્રભસિમરનના શતક બાદ હરપ્રિત બ્રારની 4 વિકેટ, દિલ્હીને પંજાબે રગદોળ્યુ
આઈપીએલમાં બીજા ભારતીય તરફથી સદી જોવા મળી છે. પંજાબના ઓપનર પ્રભાસિમરને IPLમાં પોતાની પ્રથમ સદી ફટકારી હતી. દિલ્હી કેપિટલ્સ સામે પ્રથમ બેટિંગ કરતા પંજાબ કિંગ્સે 7 વિકેટે 167 રન બનાવ્યા હતા. જેના જવાબમાં દિલ્હી 136 રન બનાવી શક્યુ હતુ.
દિલ્હીના બેટ્સમેનો પંજાબની બોલિંગ સામે ટકી શક્યા ન હતા. કેપ્ટન ડેવિડ વોર્નરે 27 બોલમાં 54 રન તથા ફિલ સોલ્ટે 17 બોલમાં 21 રન બનાવ્યા હતા. આ બન્ને ખેલાડી શિવાય દિલ્હીના તમામ પ્લેયરો 20નો આંકડો પાર કરવામાં પણ અસફળ રહ્યાં હતા.

પંજાબના હરપ્રિત બ્રારે સારી બોલિંગ કરી હતી. તેમણે 4 ઓવરમાં 30 રન આપી 4 વિકેટ ખેરવી હતી. આ ઉપરાંત નાથન એલિસ - રાહુલ ચહરને 2-2 વિકેટ મળી હતી.
દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પંજાબના ઓપનર શિખર ધવનને 7 રનના અંગત સ્કોર પર આઉટ કરીને દિલ્હીના બોલરોએ સારી શરૂઆત કરી હતી. બાદમાં બેટિંગ માટે આવેલ લિવિંગસ્ટન પણ ટકી શક્યો ન હતો અને 5 રન બનાવીને આઉટ થયો હતો.
જ્યારે જીતેશ શર્મા 5 રન બનાવીને આઉટ થયો ત્યારે પંજાબની સ્થિતિ ખરાબ થઇ હતી. બીજી તરફ પ્રભસિમરન એક છેડે ઊભો રહ્યો અને રન બનાવતો ગયો. તેને સેમ કરણનો ટેકો હતો. કરણે 20 રન બનાવ્યા હતા. પ્રભસિમરન ફિફ્ટી ફટકાર્યા પછી પણ ક્રિઝ પર જ રહ્યો. તેણે 61 બોલમાં તેની પ્રથમ આઈપીએલ સદી પૂરી કરી હતી. 103 રન બનાવીને આઉટ થયો હતો.
પ્રભસિમરનના આઉટ થયા બાદ પંજાબના રનરેટમાં ઘટાડો થયો હતો અને દિલ્હીના બોલરોએ રન રોકવાની તક ગુમાવી ન હતી. સિકંદર રઝાએ અંતે અણનમ 11 રન બનાવ્યા અને પંજાબના કુલ સ્કોર 7 વિકેટે 167 રન સુધી પહોંચાડવામાં સફળ રહ્યો.
ઈશાંત શર્માએ ફરી એકવાર શાનદાર બોલિંગ બતાવી. તેણે 3 ઓવરમાં 27 રન આપીને 2 વિકેટ લીધી હતી. તેમના સિવાય અક્ષર પટેલ, પ્રવીણ દુબે, કુલદીપ યાદવ અને મુકેશ કુમારને પણ 1-1 વિકેટ મળી હતી.












Click it and Unblock the Notifications
