IPL 2023: ઓરેન્જ કેપ અને પર્પલ કેપ માટે કોના કોના વચ્ચે ટક્કર
IPL 2023 : આઇપીએલ 2023ના લીગ રાઉન્ડમાં 70 મેચ રમાઇ ચુકી છે. આઇપીએલના આ સિઝનમાં ટોપ 4 ટીમ મળી ગઇ છે. જેમાં હવે ગુજરાત, ચેન્નાઇ, લખનઉ અને મુંબઇ પ્લેઓફમાં પહોંચી ગઇ છે.
23 મેના રોજ પ્રથમ ક્વોલિફાયર મેચ CSK અને ગુજરાત વચ્ચે રમાશે. ઉલ્લેખનીય છે કે, આ વખતે ઓરેન્જ કેપ અને પર્પલ કેપની રેસ ઘણી રસપ્રદ બની છે. ખાસ કરીને ઓરેન્જ કેપ રેસમાં શુભમન ગિલ આરસીબીના ડુપ્લેસી સાથે સ્પર્ધા કરવા જઈ રહ્યો છે. ડુપ્લેસીના આ સમયે સૌથી વધુ રન છે.

ડુપ્લેસીએ 14 મેચમાં 730 રન બનાવ્યા છે. આવા સમયે, ગિલે 14 મેચમાં 680 રન બનાવ્યા છે. ગિલ પાસે ડુપ્લેસીને પાછળ છોડવાની તક હશે. જો ગિલ આગામી મેચમાં 51 રન બનાવી શકશે, તો તે ઓરેન્જ કેપ પર કબ્જો કરી લેશે.
CSKના કોનવેએ અત્યાર સુધીમાં 585 રન બનાવ્યા છે. જો કોનવેને આગળ વધવું હોય, તો તેણે ક્વોલિફાયર 1માં ગુજરાત સામે ધમાકેદાર રીતે રન બનાવવા પડશે.
RCB ફાફ ડુ પ્લેસિસ અત્યાર સુધી 14 મેચમાં 730 રન બનાવીને નંબર વન પર છે. બીજા નંબર પર શુભમન ગિલ છે, જેણે 14 મેચમાં 680 રન બનાવ્યા છે, ત્રીજા નંબર પર કોહલી છે. કોહલીએ આ સિઝનમાં 14 મેચમાં 639 રન બનાવીને અજાયબીઓ કરી છે.
આ પછી જયસ્વાલ છે, જેણે 14 મેચમાં 625 રન બનાવ્યા છે. પાંચમા નંબર પર કોનવે છે, જેણે 14 મેચમાં 585 રન બનાવ્યા છે. હાલમાં પર્પલ કેપ મોહમ્મદ શમીની દાવેદારી છે. શમીએ અત્યાર સુધી 14 મેચમાં 24 વિકેટ લીધી છે. બીજા નંબર પર રાશિદ ખાન છે.
રાશિદ ખાને 14 મેચમાં 24 વિકેટ લીધી છે. ચહલે 14 મેચમાં 21 વિકેટ ઝડપી છે, આ ઉપરાંત પીયૂષ ચાવલા 14 મેચમાં 20 વિકેટ સાથે ચોથા નંબર પર છે. વરુણ ચક્રવર્તી 14 મેચમાં 20 વિકેટ સાથે પાંચમા નંબર પર છે.












Click it and Unblock the Notifications
