IPL 2023: ફાફ ડુપ્લેસિસે માર્યો સિઝનનો સૌથી લાંબો સિક્સ, લોકો જાતો જ રહી ગયા
એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં RCBએ લખનૌની સામે 213 રનનુ લક્ષ્ય આપ્યુ હતુ. આરસીબીએ 20 ઓવરમાં બે વિકેટ ગુમાવીને 212 રન બનાવ્યા હતા. પ્લેસિસે 46 બોલમાં 79 રન બનાવ્યા હતા. RCB તરફથી વિરાટ કોહલી, ફાફ ડુપ્લેસીસ અને ગ્લેન મેક્સવેલે અડધી સદી ફટકારી હતી. કોહલી અને પ્લેસિસે પ્રથમ વિકેટ માટે 96 રનની ભાગીદારી કરી હતી. આ સાથે જ ગ્લેન મેક્સવેલ અને પ્લેસિસે બીજી વિકેટ માટે 115 રનની પાર્ટનરશિપ નોંધાવી હતી.

આરસીબીના કેપ્ટન ફાફ ડુપ્લેસિસે ધીમી શરૂઆત કરી હતી. વિરાટ કોહલીએ શરૂઆતની ઓવરમાં જબરદસ્ત બેટિંગ કરી હતી. પરંતુ કોહલીના આઉટ થતાની સાથે જ ફાફ ડુ પ્લેસિસે પોતાની રમતની શૈલી બદલી નાખી. વિરાટ કોહલી બાદ ફાફ ડુપ્લેસિસે પણ પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ ઇનિંગ દરમિયાન તેણે ચોગ્ગા અને છગ્ગા મારવાનું કામ કર્યું હતુ.
Longest six in IPL 2023.
— Johns. (@CricCrazyJohns) April 10, 2023
115 meter by Captain FAF. pic.twitter.com/4mUUdPclE5
IPL 2023ની સૌથી લાંબી સિક્સ આ મેચમાં જોવા મળી હતી. ફાફ ડુપ્લેસિસે રવિ વિશ્નોઈની બોલ પર 115 મીટર લાંબી સિક્સ ફટકારી હતી. પ્લેસિસનો શોટ જોઈને રવિ વિશ્નોઈ પણ આશ્ચર્યચકિત થઈ ગયો હતો. નોન-સ્ટ્રાઈકર છેડે ઊભેલો મેક્સવેલ પણ પ્લેસિસનો શોટ જોઈને દંગ રહી ગયો હતો. ફાફ ડુ પ્લેસિસે ગ્લેન મેક્સવેલ સાથે મળીને લખનૌના બોલરોની જોરદાર ધોલાઇ કરી હતી.
વિરાટ કોહલી ઉપરાંત ફાફ ડુપ્લેસીસ, ગ્લેન મેક્સવેલે પણ આ મેચમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. ગ્લેન મેક્સવેલે 24 બોલમાં અડધી સદી ફટકારી હતી. છેલ્લી કેટલીક ઓવરોમાં બંને ઝડપી ગતિએ રન બનાવવામાં સફળ રહ્યા હતા. બીજી તરફ લખનૌ તરફથી અમિત મિશ્રા એક વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. અમિત મિશ્રાએ વિરાટ કોહલીને માર્કસ સ્ટોઇનિસના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. ગ્લેન મેક્સવેલ માર્ક વુડના બોલમાં ક્લીન બોલ્ડ થયો હતો.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
