IPL 2023, GT vs CSK: એક સિક્સર મારતા જ ધોનીએ રચ્યો ઈતિહાસ, 200ની સ્ટ્રાઈક રેટથી કર્યા રન

MS Dhoni Completed 200 Sixes For CSK: ચેન્નઈ સુપરકિંગ્સ આઈપીએલ 2023ની પોતાની પહેલી મેચમાં ગુજરાત ટાઈટન્સ સામે હારી ગઈ છે. આઈપીએલમાં ચેન્નઈ ત્રીજી વાર ગુજરાત સામે હાર્યુ છે. ગુજરાતે ચેન્નઈને પાંચ વિકેટથી હરાવીને આઈપીએલની શરુઆત જીત સાથે કરી છે. ગુજરાત માટે શુભમન ગિલે 36 બોલમાં 63 રન કર્યા. વિજય શંકરે 21 બોલ પર 27 રનોનુ યોગદાન આપ્યુ. ચેન્નઈના 179 રનના લક્ષ્યને ગુજરાતે પાંચ વિકેટમાં સરળતાથી મેળવી લીધુ.

જૂના અંદાજમાં જોવા મળ્યો ધોની

IPL 2023ની પ્રથમ મેચમાં મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાના બેટથી શાનદાર રમત બતાવી હતી. ગુજરાત ટાઇટન્સ સામે બેટિંગ કરતી વખતે ધોનીના નામે એક અનોખો રેકોર્ડ છે. ચેન્નાઈ સુપર કિંગ્સના ચાહકો મોટી સંખ્યામાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા માટે ઉમટી પડ્યા હતા. આ દરમિયાન ધોની-ધોનીના નામનો ઘોંઘાટ પણ સંભળાતો હતો. ધોની 18મી ઓવરમાં બેટ સાથે મેદાન પર આવ્યો અને શાનદાર બેટિંગ કરી.

છગ્ગો મારીને રચ્યો ઈતિહાસ

ડેથ ઓવર્સમાં 7 બોલમાં 14 રન બનાવવાની સાથે ધોનીએ એક મોટો રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો. સિક્સર મારતાની સાથે જ ધોનીએ IPLમાં એક ટીમ તરફથી રમતા પોતાની 200 સિક્સર પૂરી કરી લીધી છે. ધોની પોતાની ઇનિંગ્સમાં એક સિક્સર સાથે IPLમાં કોઈપણ એક ટીમ તરફથી રમતા 200 સિક્સર ફટકારવામાં સફળ રહ્યો હતો. ધોની IPLમાં ટીમ માટે 200 સિક્સર મારનાર પાંચમો ખેલાડી બન્યો. ધોનીએ છેલ્લી ઓવરમાં એક ફોર અને એક સિક્સર ફટકારી હતી.

ચેન્નઈ સુપરકિંગ્સે બનાવ્યા હતા 178 રન

મેચની વાત કરીએ તો ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ચેન્નાઈએ 20 ઓવરમાં સાત વિકેટે 178 રન બનાવ્યા હતા. ચેન્નાઈ તરફથી ઋતુરાજ ગાયકવાડે સૌથી વધુ 92 રન બનાવ્યા હતા. CSKના ઓપનર ઋતુરાજ ગાયકવાડ ફરી એકવાર પોતાની ઇનિંગ્સના કારણે ચર્ચામાં આવી ગયો છે. ગાયકવાડ ઉપરાંત મોઇન અલીએ પણ 23 રનની ઇનિંગ રમી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X