IPL 2023 GT vs DC: દિલ્હીએ ટોસ જીતી બેટિંગ કરવાનો લીધો નિર્ણય, ગુજરાતના ગઢમાં પાડી શકશે ગાબડુ?

IPLની 44મી મેચ આજે 2જી મે દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે. દિલ્હીએ ગુજરાત સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. આજે જીટી સામે ડીસી માટે 'કરો યા મરો' મેચ હશે.

જો દિલ્હી મેચ જીતવામાં સફળ નહીં થાય તો તેના માટે 16મી સિઝનની સફર લગભગ ખતમ થઈ જશે. આગળની મેચો માત્ર ઔપચારિકતા જ રહેશે. દિલ્હીને લીગમાં ટકી રહેવા માટે આ મેચ જીતવી પડશે.

IPL 2023

ગુજરાત ટાઇટન્સે તેની પ્રથમ આઠ મેચમાંથી છમાં જીત મેળવી છે, જ્યારે દિલ્હી અત્યાર સુધીમાં આઠમાંથી છ મેચ હારી છે. જોકે, તેઓ બે મેચ જીત્યા છે. એક તરફ ગુજરાતની ટીમ મહત્તમ 12 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને છે તો બીજી તરફ દિલ્હીની ટીમ ન્યૂનતમ ચાર પોઈન્ટ સાથે છેલ્લા સ્થાને છે. બંને ટીમો વચ્ચે આજની મેચ સાંજે 7.30 વાગ્યાથી રમાશે.

અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બેટ્સમેનો માટે ખૂબ જ મદદરૂપ છે. અહીં ટાર્ગેટનો પીછો કરતી ટીમોને વધુ સફળતા મળી છે. 1 લાખ 32 હજાર દર્શકોની ક્ષમતા ધરાવતું આ સ્ટેડિયમ ગુજરાત ટાઇટન્સનું હોમ ગ્રાઉન્ડ છે, જે હાઇ સ્કોરિંગ મેચો માટે જાણીતું છે.

અહીંની લાલ અને કાળી માટી ઝડપી બોલરો કરતાં સ્પિનરોને ઓછી સહાયક છે. આ સિવાય મોટા મેદાનને કારણે બેટ્સમેનોને મોટા શોટ રમવામાં ચોક્કસ મુશ્કેલી પડે છે. અહીં પ્રથમ દાવનો સરેરાશ સ્કોર 160 રન છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X