IPL 2023 GT vs DC: હાર્દિકની કપ્તાની ઇનિંગ ફેલ, રોમાંચક મેચમાં દિલ્હીની 5 રને જીત
IPLની 44મી મેચ આજે 2જી મે દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાઇ હતી. પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ શરૂઆતમાં જ વિકેટો ગુમાવી દીધી હતી. દિલ્હીએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 130 રન બનાવ્યા હતા. જેને ચેઝ કરવામાં ગુજરાત ટાઇટન્સ નિષફળ ગયુ હતુ. આ મેચમાં દિલ્હીની 5 રને જીત થઇ હતી.
ગુજરાતે પોતાના ઓપનર બેટ્સમેન શરૂઆતમાં જ ગુમાવી દીધા હતા. આ સાથે મિલર અને વિજય શંકર પણ નિષ્ફળ ગયા હતા. કેપ્ટન હાર્દિક પંડ્યાએ 59 રનની અણનમ ઇનિંગ રમી હતી. તેવાટીયાના હેટ્રિક સિક્સ સાથે ગુજરાતે ગેમમાં વાપસી કરી હતી પરંતુ ગુજરાત 6 વિકેટ ગુમાવી 125 રન જ બનાવી શક્યું હતુ.

દિલ્હીના બોલરોએ સારી બોલિંગ કરી હતી. ખલીલ અહેમદ અને ઇશાંત શર્માએ 2-2 વિકેટ ઝડપી હતી. આ સાથે એનરિક નોકિયા અને કૃણાલ યાદવને પણ 1-1 વિકેટ મળી હતી.
દિલ્હી તરફથી બેટિંગ કરતા શરૂઆતની 5 વિકેટમાં પ્રિયમ ગર્ગે 10 રન બનાવ્યા હતા. બાકીના બેટ્સમેન સિંગલ ડીજીટમાં આઉટ થયા હતા. જે બાદ અક્ષર પટેલે 30 બોલમાં 27 રન બનાવ્યા હતા. આ સાથે અમન ખાને ફિફ્ટી ફટકારી હતી. અમને 44 બોલમાં 51 રન બનાવ્યા હતા. આ ઉપરાંત રિપલ પટેલે 23 રનની ઇનિંગ રમી હતી.
ગુજરાતની બોલિંગની વાત કરીયે તો ગુજરાતના અનુભવી બોલર મોહમ્મદ શમીએ 4 વિકેટ ઝડપી હતી. દિલ્હીના શરૂઆતી બેટ્સમેનોને શમીએ જ પવેલીયનનો રસ્તો બતાવ્યો હતો. મોહિત શર્મા પણ 2 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો.
અફઘાનિસ્તાનના ટોપ ઓલરાઉન્ડર અને ગુજરાત ટાઇટન્સના બોલર રાશિદ ખાનને પણ 1 વિકેટ મળી હતી. આ સાથે રિદ્ધીમાન સાહાએ 3 કેચ પકડી ટીમને મજબુતી તરફ વાળી હતી.
ગુજરાત ટાઇટન્સઃ રિદ્ધિમાન સાહા, અભિનવ મનોહર, હાર્દિક પંડ્યા (સી), વિજય શંકર, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, નૂર અહેમદ, મોહમ્મદ શમી, મોહિત શર્મા, જોશુઆ લિટલ.
દિલ્હી કેપિટલ્સ: ડેવિડ વોર્નર (કેપ્ટન), ફિલિપ સોલ્ટ (વિકેટકીપર), મનીષ પાંડે, રિલે રુસો, પ્રિયમ ગર્ગ, અક્ષર પટેલ, રિપલ પટેલ, અમન હકીમ ખાન, કુલદીપ યાદવ, એનરિક નોર્ટજે, ઈશાંત શર્મા.
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો









Click it and Unblock the Notifications
