IPL 2023 GT vs LSG: ડિફેન્ડીંગ ચેમ્પિયનની કમાલ, રોમાંચક મેચમાં ગુજરાતની 7 રને જીત
IPL 2023ની 30મી મેચ લખનૌ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે. ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 135 રન બનાવ્યા હતા. લખનૌએ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 128 રન બનાવ્યા હતા.

કૃણાલ પંડ્યા 23 રન બનાવીને આઉટ થયો હતો પરંતુ રાહુલ ક્રિઝ પર જ રહ્યો હતો. અંતે રાહુલ ધીમો પડી ગયો અને મેચ છેલ્લી ઓવર સુધી ચાલી. લખનૌને 6 બોલમાં 12 રનની જરૂર હતી. છેલ્લી ઓવરમાં મોહિત શર્માએ ખતરનાક બોલિંગ કરી હતી. 20મી ઓવરમાં લખનૌએ 4 વિકેટ ગુમાવી દીધી હતી.
આ દરમિયાન રાહુલ 61 બોલમાં 68 રન બનાવીને આઉટ થયો હતો. તે પછી સ્ટોઈનિસ આવતાની સાથે જ આઉટ થઈ ગયો અને મેચ લખનૌથી જતી રહી. મોહિત શર્માની આ ઓવરમાં 4 રન આવ્યા. બે રન આઉટ સહિત 4 વિકેટ પડી હતી. લખનૌનો સ્કોર 7 વિકેટે 128 રન સુધી પહોંચી ગયો હતો. આ સાથે ગુજરાતની 7 રને જીત થઇ હતી.












Click it and Unblock the Notifications
