IPL 2023, GT vs LSG : આજે ટકરાશે પંડ્યા બ્રધર્સ, લખનઉએ ટોસ જીતી લીધો બોલિંગનો નિર્ણય

IPL 2023, GT vs LSG : ગુજરાત ટાઇટન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ આઇપીલએલ 2023માં ટકરાશે. આ મેચ એટલે ખાસ છે. કારણ કે, ગુજરાતનો કેપ્ટન હાર્દિક હશે, જ્યારે કૃણાલ લખનઉની કેપ્ટનશીપ કરશે. પંડ્યા બ્રધર્સમાં કોની જીત થશે, તે જોવા માટે દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

હાર્દિક પંડ્યા ઘણી મેચોમાં ભારતીય ટીમની કેપ્ટનશિપ પણ કરી છે. કૃણાલ ડોમેસ્ટિક ક્રિકેટમાં બરોડા ટીમનો કેપ્ટન છે. IPLમાં ભાઈઓની આ પહેલી જોડી કેપ્ટન છે. ગુજરાત 14 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે.

GT vs LSG

ક્રુણાલની​લખનઉ ટીમની ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચ વરસાદને કારણે રદ્દ થઈ ગઈ હતી અને બંને ટીમોને એક-એક પોઈન્ટ મળ્યો હતો. ટીમ ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટની પણ ખોટ કરશે, જે ઈજાના કારણે લીગમાંથી બહાર થઈ ગયો છે. લખનઉના 10 મેચમાં 11 પોઈન્ટ છે.

છેલ્લી બે મેચમાં લખનઉના બેટ્સમેનોએ નિરાશ કર્યા હતા અને ટીમ નાના સ્કોરનું લક્ષ્ય પણ હાંસલ કરી શકી ન હતી. બેટ્સમેનોના પ્રદર્શનમાં સાતત્ય નથી. ટીમ મેનેજમેન્ટે કેએલ રાહુલની જગ્યાએ અનુભવી ખેલાડી કરુણ નાયરને સામેલ કર્યો છે.

ગુજરાતના બોલરો, ખાસ કરીને રાશિદ ખાન અને નૂર અહેમદને રમવું લખનઉના બેટ્સમેનો માટે મુશ્કેલ પડકાર હશે. આવા સમયે, લખનઉના બોલિંગ સ્પિનરો રવિ બિશ્નોઈ અને અમિત મિશ્રા પર રહેશે.

બંને ટીમોના સંભવિત પ્લેઇંગ 11

લખનઉ સુપર જાયન્ટ્સ : ક્વિન્ટન ડિકોક, કાયલ મેયર્સ, દીપક હુડા, આયુષ બદોની, માર્કસ સ્ટોઈનિસ, નિકોલસ પૂરન, કૃણાલ પંડ્યા (કેપ્ટન), કૃષ્ણપ્પા ગૌતમ, અવેશ ખાન, રવિ બિશ્નોઈ, મોહસીન ખાન

ગુજરાત ટાઇટન્સ : શુભમન ગિલ, રિદ્ધિમાન સાહા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), વિજય શંકર, ડેવિડ મિલર, અભિનવ મનોહર, રાહુલ તિવેટિયા, રાશિદ ખાન, નૂર અહેમદ, મોહમ્મદ શમી, મોહિત શર્મા

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X