IPL 2023 GT vs MI: ગુજરાતના બેટ્સમેન બાદ બોલરોની કમાલ, મુંબઇ સામે 55 રને જીત
IPLની 35મી મેચમાં ગુજરાત ટાઇટન્સ મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઇ હતી. ગુજરાત ટાઇટન્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 207 રન બનાવ્યા હતા. જેના જવાબમાં મુંબઇએ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 152 રન બનાવ્યા હતા. મુંબઇ ઇન્ડિયન્સની ઓપનિંગ જોડી નિષ્ફળ ગઇ હતી. ગુજરાતની 55 રને જીત થઇ હતી.

આ બાદ કેમરોન ગ્રીને 26 બોલમાં 33 રનની ઇનિંગ રમી હતી. ઇમ્પેક્ટ પ્લેયર તિલક વર્મા કઇ ખાસ ઇમ્પેક્ટ બતાવી શક્યા ન હતા. સુર્યકુમાર યાદવે 23 રન બનાવ્યા હતા. નેહલ વઢેરાએ 21 બોલમાં 40 રનની ઇનિંગ રમી હતી.
ગુજરાતના બોલરોની વાત કરીયે તો નુર અહેમદે 3 વિકેટ ઝડપી હતી. રાશિદ ખાન અને મોહિત શર્માએ 2-2 વિકેટ ઝડપી હતી. કેપ્ટન હાર્દિક પંડ્યાએ કેપ્ટન રોહિત શર્માની વિકેટ ઝડપી હતી.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બંને ટીમો વચ્ચે રસપ્રદ મુકાબલો થઈ રહ્યો છે. ગુજરાતે રનનો પહાડ ખડક્યો છે. રિદ્ધીમાન સાહાએ શરૂઆત માજ વિકેટ ગુમાવી દીધી હતી. જે બાદ શુભમન ગિલે 34 બોલમાં 56 રન બનાવ્યા હતા. આ ઉપરાંત અભિનવ મનોહરે 21 બોલમાં 42 રન બનાવ્યા હતા.
આ સાથે હવે પોઇન્ટ ટેબલમાં મોટો બદલાવ થયો છે. ગુજરાત હવે પોઇન્ટ ટેબલમાં બીજા નંબરે પહોંચી ગયુ છે.












Click it and Unblock the Notifications
