IPL 2023: શૂભમન ગિલની તોફાની બેટીંગ, ગુજરાત ટાઇટન્સની વિજય કુચ શરૂ
IPLની 16મી સિઝન આજથી શરૂ થઈ છે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં ચાર વખતની ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સનો સામનો ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ સાથે થઇ રહ્યો છે. ચેન્નાઇને પ્રથમ બેટીંગ કરતા ચેન્નાઇ સુપર કિંગ્સે 178 રન બનાવ્યા હતા. ટાઇટન્સે 179 રનનુ ટાર્ગેટનો પીછો કરતા 19.2 ઓવરમાં 182 રન બનાવી મેચ પોતાને નામે કરી હતી. રાહુલ તેવાટીયાએ ગુજરાત તરફથી વિનિંગ શોટ લગાવ્યો હતો.

ગુજરાત તરફથી બેટીંગ કરતા શુભમન ગિલે 36 બોલમાં 3 સિક્સ અને 6 ચોગ્ગા સાથે 62 રન બનાવ્યા હતા. આ ઉપરાંત રિદ્ધીમાન સાહાએ 16 બોલમાં 25 રન બનાવ્યા હતા. ચેન્નાઇ તરફથી રાજવર્ધન હંગરગેકરે 3 વિકેટ ઝડપી હતી.
બંને ટીમો વચ્ચેની આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઇ રહી છે. ચેન્નાઇ તરફથી બેટીંગ કરતા ઋતુરાજ ગાયકવાડે તોફાની બેટીંગ કરી હતી. ગાયકવાડે 50 બોલમાં 9 સિક્સ અને 4 ચોગ્ગાની મદદથી 92 રન બનાવી આઉટ થયા હતા. ગુજરાતના બોલરોની વાત કરીયે તો મોહમ્મદ શમી, રાશિદ ખાન અને અલ્ઝારી જોશેફે 2-2-2 વિકેટ લીધી હતી. ઉલ્લેખનિય છેકે ચેન્નાઈ અને ગુજરાત વચ્ચે અત્યાર સુધીમાં 3 મેચ રમાઈ છે. ગુજરાતે ત્રણેય મેચ જીતી છે.












Click it and Unblock the Notifications
