IPL 2023નો પ્રથમ મુકાબલો થયો શરૂ, હાર્દિકે ટોસ જીતી બોલિંગનો લીધો નિર્ણય
IPLની 16મી સિઝન આજથી શરૂ થઈ રહી છે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં ચાર વખતની ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સનો સામનો ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સનો છે. બંને ટીમો વચ્ચેની આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને ચેન્નાઇને પ્રથમ બેટીંગ કરવાનુ આમંત્રણ આપ્યુ હતુ. ઉલ્લેખનિય છેકે ચેન્નાઈ અને ગુજરાત વચ્ચે અત્યાર સુધીમાં બે મેચ રમાઈ છે. ગુજરાતે બંને મેચ જીતી છે.

જીત સાથે શરૂઆત કરવાનો પ્રયાસ કરશે
ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની આ મેચમાં ખેલાડીઓના પ્રદર્શન પર ચાહકોની નજર રહેશે. બંને ટીમોના ચાહકો ઈચ્છે છે કે તેમના ખેલાડીઓ ટૂર્નામેન્ટની શરૂઆતથી જ ફોર્મ જાળવી રાખે. ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાતના ખેલાડીઓ તેમની પ્રથમ મેચમાં જોરદાર પ્રદર્શન કરવા ઈચ્છશે. આ સિઝનમાં બંને ટીમમાં ઘણા નવા ખેલાડીઓ જોડાયા છે. આવી સ્થિતિમાં ટીમનું કોમ્બિનેશન છેલ્લી સીઝન કરતા એકદમ અલગ જોવા મળી રહ્યું છે.
CSKની પ્લેઇંગ ઇલેવન: ડેવન કોનવે, રૂતુરાજ ગાયકવાડ, બેન સ્ટોક્સ, અંબાતી રાયડુ, મોઈન અલી, શિવમ દુબે, એમએસ ધોની (સી), રવિન્દ્ર જાડેજા, મિશેલ સેન્ટનર, દીપક ચહર, રાજવર્ધન હંગરગેકર.
GTની પ્લેઇંગ ઇલેવન: રિદ્ધિમાન સાહા (ડબ્લ્યુ), શુભમન ગિલ, કેન વિલિયમસન, હાર્દિક પંડ્યા (સી), વિજય શંકર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, મોહમ્મદ શમી, જોશુઆ લિટલ, યશ દયાલ, અલઝારી જોસેફ.












Click it and Unblock the Notifications
