IPL 2023: કોલકાતાએ જીત્યો ટોસ, પ્રથમ બેટીંગ કરશે પંજાબ

IPL 2023માં આજે (1 એપ્રિલ), પંજાબ કિંગ્સ ટીમ મોહાલીના IS બિન્દ્રા સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે અભિયાનની શરૂઆત કરવા જઈ રહી છે. આ મેચમાં KKRએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. પંજાબ કિંગ્સ નવા કેપ્ટન શિખર ધવનના નેતૃત્વમાં રમવા જઈ રહી છે ત્યારે KKRની ટીમ પણ નીતિશ રાણાના નેતૃત્વમાં પહેલીવાર રમશે. શ્રેયસ અય્યરની ગેરહાજરીમાં નીતીશ રાણાની કેપ્ટનશિપ અને તેનું બેટિંગ પ્રદર્શન જોવાનું રહેશે.

IPL 2023

IPLમાં સતત ખરાબ પ્રદર્શનને કારણે પંજાબ કિંગ્સની ટીમ પ્લેઓફમાં પહોંચી શકી નથી. તેઓ છેલ્લી ઘણી સીઝનમાં મોટા ભાગના પ્રસંગોમાં છઠ્ઠા સ્થાને રહ્યા છે અને 'હોમ એન્ડ અવે' ફોર્મેટના ત્રણ વર્ષ પછી તેમના હોમ ગ્રાઉન્ડ પર જીત સાથે શરૂઆત કરવાનું વિચારશે.

આ દરમિયાન આઈપીએલના અત્યાર સુધીના સૌથી મોંઘા ખેલાડી સેમ કરણ પર પણ નજર રહેશે જેના માટે પંજાબ કિંગ્સે પોતાની આખી તિજોરી ખોલી નાખી. ટીમમાં જોની બેયરસ્ટો નહીં હોય, જે આખી ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે, જ્યારે લિયામ લિવિંગસ્ટન પણ પ્રથમ મેચ મિસ કરશે.

પંજાબ કિંગ્સ (પ્લેઈંગ ઈલેવન): શિખર ધવન, પ્રભસિમરન સિંહ, ભાનુકા રાજપક્ષે, જીતેશ શર્મા, સેમ કરણ, સિકંદર રઝા, શાહરૂખ ખાન, રાહુલ ચાહર, હરપ્રીત બ્રાર, અર્શદીપ સિંહ, નાથન એલિસ,

પીબીએસકે ઈમ્પેક્ટ પ્લેયર્સ - મેટ શોર્ટ, ઋષિ ધવન, મોહિત રાઠી, હરપ્રીત સિંહ

કોલકાતા નાઈટ રાઈડર્સ (પ્લેઈંગ ઈલેવન): રહેમાનુલ્લા ગુરબાઝ (કીપર), મનદીપ સિંહ, નીતિશ રાણા (કેપ્ટન), રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, શાર્દુલ ઠાકુર, સુનીલ નારાયણ, ટિમ સાઉથી, અનુકુલ રોય, ઉમેશ યાદવ, વરુણ ચક્રવર્તી

KKR ઈમ્પેક્ટ પ્લેયર્સ: ડેવિડ વિઝા, એન જગદીશન, વૈભવ અરોરા, વેંકટેશ ઐયર, સુયશ શર્મા

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X