IPL 2023 LSG vs CSK: વરસાદના લીધે અટકી મેચ, લખનઉનો સ્કોર 125/7
આજે IPLમાં પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે છે. બંને ટીમો છેલ્લી મેચ હાર્યા બાદ આવી રહી છે અને આ મેચ પોતાના નામે કરીને જીતના પાટા પર પરત ફરવા માંગે છે. ચેન્નાઈ સુપર કિંગ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.

વરસાદના કારણે મેચ શરૂ થવામાં વિલંબ થયો હતો અને તેના કારણે મેચ ફરી રોકી દેવામાં આવી છે. પ્રથમ બેટિંગ કરતા લખનૌએ 19.2 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 125 રન બનાવ્યા હતા. આયુષ બદોની અડધી સદી સાથે રમી રહ્યો છે. જો વરસાદના કારણે વધુ સમય વેડફાય તો લખનૌની ઈનિંગ્સ આ સ્કોર પર સમાપ્ત થઈ શકે છે અને ડકવર્થ-લુઈસ નિયમ હેઠળ ચેન્નાઈ સામે લક્ષ્યાંક રાખવામાં આવી શકે છે.












Click it and Unblock the Notifications
