IPL 2023 LSG vs PBKS: રોમાંચક મેચમાં પંજાબની 2 વિકેટે જીત
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની 21મી મેચ આજે (15 એપ્રિલ) લખનૌ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઇ રહી છે. આ મેચ લખનૌના એકાના સ્ટેડિયમમાં રમાશે. પ્રથમ બેટીંગ કરતા લખનૌએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 159 રન બનાવ્યા હતા. પંજાબે 19.3 ઓવરમાં 161 રન બનાવી આ મેચ પોતાના નામે કરી લીધી હતી.

પંજાબ તરફથી સિકંદર રઝાએ સારી ઇનિંગ રમી હતી. રઝાએ 41 બોલમાં 57 રન બનાવ્યા હતા. આ ઉપરાંત શાહરૂખ ખાને પંજાબ માટે વિનિંગ શોટ માર્યો હતો. ઉલ્લેખનિય છેકે પંજાબે આ મેચને 2 વિકેટે પોતાના નામે કરી હતી.
આ મેચમાં કેપ્ટન કેએલ રાહુલે કપ્તાની ઇનિંગ રમી હતી. કેએલ રાહુલે 56 બોલમાં 74 રન બનાવ્યા હતા. આ ઉપરાંત કાયલ મેયર્સે 29 રનની ઇનિંગ રમી હતી.
શિખર ધવનની ગેરહાજરીમાં સેમ કરનની આગેવાની હેઠળ ઉતરેલા પંજાબના ખેલાડીઓ ઉત્સાહમાં દેખાયા હતા. આ સાથે સેમ કરને 3 વિકેટ, રબાડાએ 2 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત અર્શદીપ સિંહ-હરપ્રિત બ્રાર-સિકંદર રાઝાએ 1-1-1 વિકેટ ઝડપી હતી.












Click it and Unblock the Notifications
