IPL 2023 LSG vs RCB: ડુ પ્લેસિસના 44 રન, બેંગલોરે લખનૌને આપ્યુ 127 રનનુ લક્ષ્ય
IPL 2023 ની 43મી મેચમાં આજે લખનઉ સુપર જાયન્ટ્સ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ટકરાશે. આ મેચ લખનઉના એકાના સ્ટેડિયમમાં રમાઈ રહી છે. રોયલ ચેલેન્જર્સ બેંગલોરે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 126 રન જ બનાવી શક્યા હતા.

બેંગલોરના ઓપનર વિરાટ કોહલીએ 31 રન તથા ફાફ ડુ પ્લેસિસે 44 રન બનાવ્યા હતા. આ બાદ બેંગલોરના બેટ્સમેન લખનૌના બોલરો સામે સ્ટ્રગલ કરતા જોવા મળ્યા હતા અને ધડાધડ વિકેટો ગુમાવી બેઠા હતા. આ ઇનિંગ દરમિયાન વરસાદના કારણે 15 મિનિટ જેવો બ્રેક રાખવો પડ્યો હતો. વરસાદ બંધ થતા ગેમ ફરી કન્ટીન્યુ કરાઇ હતી.
લખનૌના બોલર નવીન ઉલ હકે 3 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત રવિ બિશ્નોઇ અને અમિત મિશ્રાએ 2-2 વિકેટ ઝડપી હતી. લખનૌના બોલર ક્રિષ્ણપ્પા ગૌતમને પણ એક વિકેટ મળી હતી. લખનૌને આ આસાન લક્ષ્ય મેળવવા માટે વધુ સંઘર્ષ નહી કરવો પડે તેવુ લાગી રહ્યું છે.
લખનૌની ટીમ હાલમાં પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. આ સાથે જ બેંગ્લોરની ટીમ છઠ્ઠા સ્થાન પર છે. લખનૌએ છેલ્લી મેચમાં બેંગ્લોરને હરાવ્યું હતું. હવે જોવુ રહ્યું કે બેંગલોર આ ટાર્ગેટને ડિફેન્ડ કરવામાં સક્ષમ રહે છેકે લખનૌ ઇતિહાસ દોહરાવશે.












Click it and Unblock the Notifications
