IPL 2023 LSG vs RCB: બેંગલોરે ટોસ જીતી બેટિંગનો લીધો નિર્ણય, બદલો લેવા ઉતરશે RCB
IPL 2023 ની 43મી મેચમાં આજે લખનઉ સુપર જાયન્ટ્સ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ટકરાશે. આ મેચ લખનઉના એકાના સ્ટેડિયમમાં રમાઈ રહી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે ટોસ જીતી બેટિંગનો નિર્ણય લીધો હતો.

બેંગ્લોર લખનૌ સામેની છેલ્લી મેચમાં હારનો બદલો લેવા ઉતરશે જ્યારે લખનૌ ટેબલ પર ટોપ કરવાના ઇરાદાથી આ મેચ રમશે. હવે જોવુ રહ્યું કે કઇ ટીમ મેચ જીતે છે.
લખનૌની ટીમ હાલમાં પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. આ સાથે જ બેંગ્લોરની ટીમ છઠ્ઠા સ્થાન પર છે. લખનૌએ છેલ્લી મેચમાં બેંગ્લોરને હરાવ્યું હતું. ફાફ ડુપ્લેસીસની ટીમ આ મેચમાં બદલો લેવા માટે ઉતરી છે.












Click it and Unblock the Notifications
