IPL 2023 LSG vs RCB: ઇરફાન પઠાણ નથી ઇચ્છતા કોહલી કરે અપનિંગ, જાણો કારણ

આજે ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે રમાશે. બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આજે સાંજે 7.30 કલાકે મેચ શરૂ થશે. આરસીબીનું પ્રદર્શન ચિંતાનો વિષય છે. RCBએ સિઝનની પ્રથમ મેચ મુંબઈ સામે જીતી હતી, પરંતુ તેની આગલી જ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે મજબૂત બેટ્સમેનથી ભરેલી ટીમની હાર થઇ હતી.

IPL 2023

આ દરમિયાન ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર ઈરફાન પઠાણે સૂચન કર્યું છે કે વિરાટ કોહલીએ આઈપીએલ 2023માં આરસીબી માટે ઓપનિંગ ન કરવું જોઈએ. ઈરફાન પઠાણ માને છે કે કોહલી એ જ ગતિએ IPL 2023 ની બાકીની મેચોમાં રન બનાવતો રહેશે અને ફ્રેન્ચાઈઝી મેચો જીતશે તેની કોઈ ખાતરી નથી.

ઇરફાન પઠાણે આ ટિપ્પણીઓ KKR સામે RCBની 81 રનની શરમજનક હાર અને માત્ર 21 રનમાં કોહલીના આઉટ થયા બાદ કરી હતી. જો કે, તેણે એમ પણ કહ્યું કે, 'આરસીબી માટે આ વર્ષ અલગ દેખાઈ રહ્યું છે, કારણ કે પ્રથમ કેટલીક મેચોમાં વિરાટ કોહલીના બેટમાંથી રન નીકળી રહ્યા છે. આ પ્રકારની ટૂર્નામેન્ટમાં RCB ટીમના અન્ય બેટ્સમેનોએ પણ પડકાર માટે તૈયાર રહેવું પડશે. તેણે આગળ કહ્યું, 'મને નથી લાગતું કે કોહલીએ આરસીબી માટે ઓપનિંગ કરવું જોઈએ.'

બીજી તરફ ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર ટોમ મૂડીએ કહ્યું કે 'RCBનો મિડલ ઓર્ડર નબળો છે અને વિરોધીઓ તેનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરશે. ટીમો કોહલી અને ફાફની વિકેટ વહેલી તકે મેળવવાનું લક્ષ્ય રાખશે. જો વિપક્ષી ટીમો પાવરપ્લેમાં કેટલીક વિકેટ લેવામાં સફળ રહે છે તો તેઓ RCBને મેચમાંથી બહાર કરી શકે છે.

હાલમાં એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ફાફ ડુ પ્લેસિસની આગેવાની હેઠળની ટીમ તેમની ભૂલોમાંથી શીખવા માંગશે અને તેમની જીતનો સિલસિલો ચાલુ રાખશે. RCB માટે, વિરાટ કોહલી અને કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ અત્યાર સુધી ટીમ માટે લીડમાં છે. સુકાની ફાફ ડુ પ્લેસિસ સાથે RCB માટે બેટિંગની શરૂઆત કરતા કોહલીએ IPL 2023માં બે મેચમાં 103 રન બનાવ્યા છે.

આજે IPLની 15મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાશે. બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં 10 એપ્રિલે સાંજે 7.30 વાગ્યે મેચ શરૂ થશે. બંને ટીમો આજે જીતની આશા સાથે મેદાનમાં ઉતરશે. હોમ ટીમ આરસીબીએ આ મેદાન પર મુંબઈ સામે સિઝનની પોતાની પ્રથમ મેચ જીતી હતી. બીજી તરફ લખનૌએ અત્યાર સુધીમાં ત્રણમાંથી બે મેચ જીતીને તેમના IPL અભિયાનની સારી શરૂઆત કરી છે.

RCBની સંભવિત પ્લેઇંગ 11: ફાફ ડુ પ્લેસિસ (સી), વિરાટ કોહલી, માઈકલ બ્રેસવેલ, ગ્લેન મેક્સવેલ, મહિપાલ લોમરોર, દિનેશ કાર્તિક (WC), શાહબાઝ અહેમદ, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ, વાનિંદુ હસરંગા/ડેવિડ વિલી અને આકાશ દીપ.

LSGની સંભવિત પ્લેઇંગ 11: કેએલ રાહુલ (સી), કાયલ મેયર્સ, ક્વિન્ટન ડી કોક/માર્કસ સ્ટોઈનિસ, દીપક હુડા, કૃણાલ પંડ્યા, નિકોલસ પૂરન (WC), આયુષ બદોની, રવિ બિશ્નોઈ, રોમારિયો શેફર્ડ/માર્ક વુડ, અવેશ ખાન/જયદેવ ઉનડકટ અને યશ ઠાકુર.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X