IPL 2023 LSG vs RCB: કેએલ રાહુલે ટોસ જીતી બોલિંગનો લીધો નિર્ણય, RCB કરશે પ્રથમ બેટીંગ
આજે ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે રમાશે. બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાવા જઇ રહી છે. લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. હવે રોયલ ચેલેંજર્સ બેંગલોર પ્રથમ બેટીંગ કરશે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે IPLની શરૂઆત મુંબઈ ઈન્ડિયન્સ સામે શાનદાર જીત સાથે કરી હતી. પરંતુ તે પોતાની જીતનો સિલસિલો આગળ જાળવી રાખવામાં સફળ ન થઈ શક્યુ. RCBને બીજી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 81 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં, RCB ફરી એકવાર જીતના ટ્રેક પર પરત ફરવાનો પ્રયાસ કરશે.
કેએલ રાહુલની કપ્તાનીવાળી લખનૌ સુપર જાયન્ટ્સે અત્યાર સુધી રમાયેલી ત્રણમાંથી બે મેચ જીતી છે. લખનૌએ દિલ્હી સામેની પ્રથમ મેચ જીતીને લીગની ધમાકેદાર શરૂઆત કરી હતી. આ પછી ટીમને ચેન્નાઈ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ પોતાની ત્રીજી મેચમાં લખનૌએ હૈદરાબાદની ટીમને એકતરફી મેચમાં હરાવ્યું હતું. લખનૌ સામે સૌથી મોટો પડકાર કોહલી, ડુપ્લેસી અને મેક્સવેલ જેવા બેટ્સમેનોને રોકવાનો હશે.
RCBની સંભવિત પ્લેઇંગ 11: વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ (સી), મહિપાલ લોમરોર, ગ્લેન મેક્સવેલ, શાહબાઝ અહેમદ, દિનેશ કાર્તિક (વિકેટમાં), અનુજ રાવત, ડેવિડ વિલી, વેઈન પાર્નેલ, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ.
LSGની સંભવિત પ્લેઇંગ 11: કેએલ રાહુલ (કેપ્ટન), કાયલ મેયર્સ, દીપક હુડા, માર્કસ સ્ટોઈનીસ, કૃણાલ પંડ્યા, નિકોલસ પૂરન (વિકેટકીપર), જયદેવ ઉનડકટ, અમિત મિશ્રા, અવેશ ખાન, માર્ક વુડ, રવિ બિશ્નોઈ.












Click it and Unblock the Notifications
