IPL 2023 LSG vs RCB: આજે કોહલી-રાહુલ વચ્ચે જંગ, જાણો વેધર અપડેટ્સ અને પિચ રિપોર્ટ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને તેની પાછલી મેચમાં લખનૌ સુપરજાયન્ટ્સના હાથે એક વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આજે IPLની 43મી મેચમાં બીજી વખત બંને ટીમો વચ્ચે ટક્કર થવા જઈ રહી છે, પરંતુ આ વખતે મેચ લખનૌના એકાના સ્ટેડિયમમાં યોજાવા જઈ રહી છે.

બંને ટીમો વચ્ચે રસપ્રદ મુકાબલો સાંજે 7.30 કલાકે શરૂ થશે. આવો જાણીએ એકાના સ્ટેડિયમની પિચ રિપોર્ટ અને લખનૌના હવામાનની સ્થિતિ.
એકાના ક્રિકેટ સ્ટેડિયમની પીચ બોલિંગ માટે ઘણી મદદગાર છે. પિચ પર કાળી માટી હોવાને કારણે ઝડપી બોલરો માટે વિકેટ લેવામાં સરળતા રહેશે. આ સિવાય સ્પિનરોને પણ થોડી મદદ મળી શકે છે.
અહીં બેટ્સમેનોને ચોગ્ગા અને છગ્ગા ફટકારવામાં ચોક્કસ મુશ્કેલી પડશે. આ મેદાન પર ટોસ જીતનારી ટીમે પહેલા બેટિંગ કરવી જોઈએ. એકાનાની પીચ પર આ સિઝનનો સૌથી મોટો સ્કોર 196 રનનો રહ્યો છે.
ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં આજે સવારથી જ આંશિક વાદળછાયું વાતાવરણ છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, આજે મહત્તમ તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે, જ્યારે લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી સેલ્સિયસ રહેશે. આ સિવાય 13 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. જો કે મેચ દરમિયાન વરસાદની 50 ટકા શક્યતા છે.












Click it and Unblock the Notifications
