IPL 2023 MI vs RR: ટિમ ડેવિડની હેટ્રિક સિક્સ, મુંબઇની 6 વિકેટે જીત
રાજસ્થાન રોયલ્સ (RR) વાનખેડે સ્ટેડિયમ ખાતે મુંબઈ ઈન્ડિયન્સ (MI) સામે રમી રહ્યું છે. યશસ્વિ જયસ્વાલની તોફાની ઇનિંગની મદદથી રાજસ્થાને મુંબઇને 213 રનનુ લક્ષ્ય આપ્યુ હતુ. આ લક્ષ્ય મુંબઇએ 19.3 ઓવરમાં જ હાંસલ કરી મેચ જીતી લીધી હતી.

કેપ્ટન રોહિત શર્મા 3 રન બનાવી આઉટ થયા બાદ મુંબઇએ ઇનિંગ સંભાળી હતી. ઇશાન કિશને 23 બોલમાં 28 રન, કેમરોન ગ્રીને 26 બોલમાં 46 રન બનાવ્યા હતા. આજે સુર્યકુમાર યાદવનો બલ્લો ચાલ્યો હતો.
સુર્યકુમારે 29 બોલમાં 55 રન બનાવ્યા હતા. આ ઉપરાંત તિલક વર્માએ 21 બોલમાં 29 રન બનાવ્યા હતા. આ સાથે ટિમ ડેવિડે તોફાની બેટિંગ કરી હતી. ડેવિડે 14 બોલમાં 45 રન બનાવ્યા હતા. ડેવિડે છેલ્લી ઓવરમાં હેટ્રિક સિક્સ મારી મુંબઇને જીત અપાવી હતી.
આ સાથે રાજસ્થાનના બોલરો ખાસ કરી શક્યા ન હતા. ચહલનો જાદુ ચાલ્યો ન હતો. આ અશ્વિને 2 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત બોલ્ટ અને સંદીપ શર્માએ 1-1 વિકેટ ઝડપી હતી.
રાજસ્થાન રોયલ્સ તરફથી ઓપનિંગ કરતા યશસ્વિ જયસ્વાલે મુંબઇના બોલરોની ધોલાઇ કરી હતી. જયસ્વાલે 62 બોલમાં 8 સિક્સ અને 16 ફોરની મદદથી 124 રન બનાવ્યા હતા. જયસ્વાલની સદી સાથે આઇપીએલ 2023ની આ ત્રીજી સદી બની ગઇ છે.
મુંબઇના બોલરોમાં અર્શદ ખાને 3 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત પિયુષ ચાવલાને 2, જોફ્રા આર્ચર - રેઇલી મેરેડીથને 1-1 વિકેટ ઝડપી હતી. મુંબઇ રાજસ્થાનની 7 વિકેટ લેવામાં સફળ રહ્યું હતુ.












Click it and Unblock the Notifications
