IPL 2023: પિયુશ ચાવલા-જેસન બેહરેનડોર્ફની 3-3 વિકેટ, 172 રનમાં દિલ્હી ઓલ આઉટ
IPLમાં આજે (11 એપ્રિલ) દિલ્હી કેપિટલ્સનો મુકાબલો મુંબઈ ઈન્ડિયન્સ સાથે થશે. આ મેચ દિલ્હીમાં જ રમાશે. આ મેચ અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાવા જઇ રહી છે. રોહિત શર્માંએ ટોસ જીતીને પ્રથમ બોલીંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટીંગ કરતા દિલ્હી 19.4 ઓવરમાં ઓલ આઉટ થઇ ગયુ હતુ. દિલ્હીએ 172 રન બનાવ્યા હતા.

દિલ્હીની શરૂઆતમાં જ ધડાધડ વિકેટો પડી ગઇ હતી. કપ્તાન ડેવિડ વોર્નર અને અક્ષર પટેલે ફિફ્ટી મારી હતી. પિયુષ ચાવલા અને જેસન બેહરેનડોર્ફે 3-3 વિકેટ ઝડપી હતી.
આ મેચ બંને ટીમો માટે ખૂબ જ ખાસ છે. કારણ કે આ IPL સિઝનમાં બંને ટીમો અત્યાર સુધી એક પણ મેચ જીતી શકી નથી.
દિલ્હી કેપિટલ્સે IPL 2023માં ત્રણ મેચ રમી છે અને ત્રણેયમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ સાથે જ મુંબઈ ઈન્ડિયન્સે બે મેચ રમી છે અને બંનેમાં હાર થઈ છે. ખાસ વાત એ છે કે આ ટીમો પોતાની તમામ મેચ એકતરફી હારી છે. આ ટીમો તેમની વિપક્ષી ટીમોને કોઈ સ્પર્ધા આપી શકી નથી.
મુંબઈ ઈન્ડિયન્સઃ રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટ-કીપર), કેમરોન ગ્રીન, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, નેહલ વાઢેરા, રિતિક શોકીન, અરશદ ખાન, પીયૂષ ચાવલા, જેસન બેહરેનડોર્ફ, રિલે મેરેડિથ.
દિલ્હી કેપિટલ્સ: પૃથ્વી શો, ડેવિડ વોર્નર (c), મનીષ પાંડે, યશ ધૂલ, રોવમેન પોવેલ, લલિત યાદવ, અક્ષર પટેલ, અભિષેક પોરેલ (wk), કુલદીપ યાદવ, Anrich Nortje, મુસ્તફિઝુર રહેમાન.












Click it and Unblock the Notifications
