IPL 2023 Playoff Schedule: પ્લેઑફ માટે ચાર ટીમો તૈયાર, કયાં-ક્યારે રમાશે મેચ, અહીં જાણો આખુ શિડ્યુલ
IPL 2023 Playoffs Schedule: આઈપીએલમાં છેલ્લા બે દિવસની હાઈ-વોલ્ટેજ મેચો બાદ પ્લેઑફનુ ટાઈમટેબલ સ્પષ્ટ થઈ ગયુ છે. નૉકઆઉટ સ્ટેજ માટે ક્વોલિફાય થયેલી ચાર ટીમો પ્લેઑફની રેસમાં સફળ રહી છે. પ્લેઑફમાં સૌથી પહેલા ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સે પોતાનું સ્થાન નિશ્ચિત કર્યુ, ત્યારબાદ ચેન્નાઈ સુપર કિંગ્સ, લખનઉ સુપર જાયન્ટ્સ અને પછી મુંબઈ ઈન્ડિયન્સે પણ ક્વૉલિફાઈ કરી લીધુ છે.
આઈપીએલની છેલ્લી લીગ મેચ આરસીબી વિ જીટી મેચ સાથે સમાપ્ત થઈ ગઈ છે. હવે પ્રથમ ક્વોલિફાયર મંગળવારે એટલે કે 23 મેના રોજ રમાશે. આ મેચ માટે, કેપ્ટન એમએસ ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ટીમનો સામનો કરશે.

24 મેના રોજ, એલએસજી અને MI વચ્ચે એલિમિનેટર મેચ રમાશે. આ મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં પણ રમાશે. પ્લેઑફ માટે ક્વોલિફાઈ થયેલી ટીમોમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ પ્રથમ ક્રમે રહી હતી, જ્યારે નેટ રન રેટના આધારે ચેન્નાઇ સુપર કિંગ્સ બીજા સ્થાને હતી, લખનઉ સુપર જાયન્ટ્સ ત્રીજા સ્થાને હતી
ત્યારબાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને મુંબઈ ચોથા સ્થાને હતા. સનરાઇઝર્સ હૈદરાબાદ પર MIની જીત અને RCBની GT સામેની હારથી પાંચ વખતના ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને પ્લેઑફમાં આશાસ્પદ પ્રવેશ મળ્યો.
IPL 2023ની 16મી સિઝનમાં કુલ 70 મેચો રમાઈ હતી. છેલ્લી લીગ મેચ RCB અને GT વચ્ચે થઈ હતી, જેમાં GTનો વિજય થયો હતો. આ સિઝનમાં દરેક ટીમે 14-14 મેચ રમી હતી પરંતુ ગુજરાત ટાઇટન્સે શરૂઆતથી જ પોઈન્ટ ટેબલમાં પોતાનુ મજબૂત સ્થાન જાળવી રાખ્યુ હતુ.
GT એ 14 માંથી 10 મેચ જીતી અને 20 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન મેળવ્યું, જ્યારે CSK એ 8 જીત અને 17 પોઈન્ટ સાથે બીજું સ્થાન મેળવ્યું. ત્રીજા નંબરે, LSG આઠ મેચમાંથી 17 પોઈન્ટ સાથે પ્લેઑફ માટે ક્વોલિફાય થયું. MI એ પ્લેઑફ માટે ક્વોલિફાય થનારી ચોથી અને છેલ્લી ટીમ હતી, જેણે 8 જીત અને 16 પોઈન્ટ સાથે ચોથા નંબર પર પોતાની સીટ સુરક્ષિત કરી હતી.
આઇપીએલ 2023 પ્લેઑફ શિડ્યુલ
- ક્વોલિફાયર 1 - ગુજરાત ટાઇટન્સ વિ ચેન્નાઈ સુપર કિંગ્સ - એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ - 23 મે - સાંજે 7.30 કલાકે
- એલિમિનેટર - મુંબઈ ઈન્ડિયન્સ વિ લખનઉ સુપર જાયન્ટ્સ - એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ - 24 મે - સાંજે 7.30 કલાકે
- ક્વોલિફાયર 2 - ક્વોલિફાયર 1 ના હારનાર અને એલિમિનેટરના વિજેતા વચ્ચેની મેચ 26 મેના રોજ સાંજે 7:30 વાગ્યે થશે.
- IPL ફાઇનલ મેચ - ક્વોલિફાયર 1 વિ ક્વોલિફાયર 2ના વિજેતાઓ વચ્ચે 28 મેના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.
પ્લેઑફ મેચો ક્યાં જોવી
IPL 2023 પ્લેઑફ ભારતમાં સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર ટેલિકાસ્ટ કરવામાં આવશે. મેચો ભારતમાં Jio સિનેમા વેબસાઇટ અને એપ્લિકેશન પર પણ લાઇવ સ્ટ્રીમ કરી શકાય છે, જ્યાં અત્યાર સુધીની તમામ લીગ મેચો પણ લાઇવ સ્ટ્રીમ કરવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
